ગુજરાત
News of Wednesday, 28th July 2021

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગનું મચ્છરોના બ્રીડીંગ મુદ્દે ઓચિંતું ચેકીંગ : 282 મિકલટૉમા બ્રીડીંગ મળતા નોટીસ ફટકારાઇ : 6 લાખનો દંડ વસૂલાયો

ઓઢવ વિસ્તારમાં એ.આઇ.એ. એન્જિન્યરિંગ કંપની અને મેટસો આઉટોટેકને 50-50 હજારનો દંડ કર્યો :બીજીવાર મચ્છરોનું બ્રિડિંગ મળશે તો મિલકત સીલ કરવાની ચીમકી આપી

અમદાવાદ : અમદાવાદ મનપાના હેલ્થ ખાતા દ્વારા આજે શહેરના જુદા જુદા વિસ્તારોની કોર્મર્શીયલ મિલકતોમાં મચ્છરોના બ્રિડિંગ મુદ્દે ચકાસણી હાથ ધરાઈ હતી. હેલ્થ ખાતાએ આજે દિવસ દરમિયાનમાં 368 કોર્મર્શીયલ મિલકતોમાં ચકાસી હતી તો 282 મિલકતોમાં મચ્છરોનું બ્રિડિંગ મળતા નોટિસ આપી હતી અને મિલકતો પાસેથી 6 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ઓઢવ વિસ્તારમાં એ.આઇ.એ. એન્જિન્યરિંગ કંપની અને મેટસો આઉટોટેકને 50-50 હજારનો દંડ કર્યો હતો. બીજીવાર મચ્છરોનું બ્રિડિંગ મળશે તો મિલકત સીલ કરવાની ચીમકી આપી હતી.

અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનમાં મચ્છરોનું બ્રિડિંગ વધી જાય છે. વરસાદમાં શહેરની કોર્મર્શીયલ મિલકતોના બેઝમેન્ટ અને ધાબા ઉપર વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થાય તો મચ્છરોનું બ્રિડિંગ થાય છે અને મચ્છરજન્ય રોગચાળો વધે છે. હેલ્થ ખાતાની ટીમોએ આજે શહેરભરની કોર્મર્શીયલ મિલકતોમાં ચકાસણી કરી હતી જે મિલકતોમાં મચ્છરોનું બ્રિડિંગ મળ્યું તે મિલકતને નોટિસ આપી દંડ ફટકારવાની કામગીરી કરાઇ હતી.

AMCએ મધ્ય ઝોનમાં 35 મિલકતોને નોટિસ આપી 58 હજાર, દક્ષિણ ઝોનમાં 23 મિલકતોને નોટિસ આપી 51,500, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 23 મિલકતોને નોટિસ આપી 90 હજાર, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 29 મિલકતોને નોટિસ આપી 1.01 લાખ, પૂર્વ ઝોનમાં 49 મિલકતોને નોટિસ આપી 1.64 લાખ, ઉત્તર ઝોનમાં 21 મિલકતોને નોટિસ આપી 60 હજાર અને પશ્ચિમ ઝોનમાં 102 મિલકતોને નોટિસ આપી 84 હજારનો દંડ ફટકાર્યો હતો.

મચ્છરોના બ્રિડિંગ મુદ્દે આ એકમોને દંડ કરાયો

એકમનું નામ – દંડ

1. એ.આઇ.એ. એન્જિ. કંપની, ઓઢવ – 50,000

2. મેટસો આઉટોટેક, ઓઢવ – 50,000

3. રેનીસન્સ હોટેલ, ગોતા – 30,000

4. ગાલા એમ્પેરિયા, થલતેજ – 25,000

5. ઇસુજી વર્કશોપ, જોધપુર – 25,000

6. પીએન્ડઆર ગ્રૃપ, જમાલપુર – 25,000

7. રિલાયન્સ માર્ટ, થલતેજ – 20,000

8. વિન્ડસર લિ. કંપની, રામોલ – 15,000

9. રૃષભ ટેક્સટાઇલ, બહેરામપુરા – 15,000

10. વિશાલા સુપ્રિમ કોમ્પલેક્ષ, નિકોલ – 10,000

(9:39 pm IST)