ગુજરાત
News of Wednesday, 28th July 2021

સુરતમાં ચોમાસામાં રોગચાળાએ માથુ ઉંચક્યું : ડેન્ગુ, તાવ, મલેરિયા અને ગેસ્ટ્રોના કેસોમાં વધારો

બાંધકામ, હોસ્પિટલ, શાળા સહિતની જગ્યાઓ પર ફોગિંગની કામગીરી શરૂ

સુરતમાં ચોમાસામાં રોગચાળાએ માથુ ઉંચક્યું છે. ડેન્ગુ, તાવ, મલેરિયા અને ગેસ્ટ્રોના કેસોમાં વધારો થયો છે. રોગચાળામાં વધારો થતા તંત્ર દોડતું થઇ ગયું છે. રોગચાળો વધતા સર્વેલન્સની કામગીરીમાં વધારો કરવામાં આવ્યો છે. બાંધકામ, હોસ્પિટલ, શાળા સહિતની જગ્યાઓ પર ફોગિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. મચ્છરના બ્રિડિંગ શોધવાની કામગીરી પર ભાર અપાયો છે

(10:30 pm IST)