ગુજરાત
News of Friday, 28th August 2020

અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કેદી પાસેથી મોબાઈલ મળ્યો

કેદીએ બેરેકમાં મોબાઈલ સંતાડ્યો હતો : જેલમાં પાકા કામના કેદીના બેરેકમાંથી પેપરમાં સંતાડેલ મોબાઈલ ફોન અને ચાલુ સીમકાર્ડ મળી આવતા ચકચાર

અમદાવાદ,તા.૨૭ : જેલમાંથી મોબાઈલ ફોન મળવાનો સિલસિલો યથાવત છે. અમદાવાદની સાબરમતી જેલમાંથી ફરી એકવાર મોબાઇલ ફોન મળી આવ્યો છે. પાકા કામનો કેદી રાહુલ ત્રિવેદી મોબાઈલ ફોન મુકતા સીસીટીવીમાં કેદ થયો હતો. જેથી કેદી સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધવામાં આવ્યો છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી વધુ એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. પાકા કામના કેદીના બેરેકમાંથી પેપરમાં સંતાડેલ મોબાઈલ ફોન અને ચાલુ સીમકાર્ડ મળી આવ્યા હતા. જે મામલે પાકા કામના કેદી સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધવામાં આવ્યો છે.સાબરમતી જેલના જેલર ભયજીભાઈ રાઠવાએ ફરિયાદ નોધાવી છે કે, તેઓ અન્ય સ્ટાફ સાથે જેલમાં ઝડતીની કાર્યવાહી કરી રહ્યાં હતાં,

                 ત્યારે સપાસ બડા ચક્કર યાર્ડ નંબર-૨ના બેરેક નંબર-૨૨માં અંદરના ભાગે પાકા કામના કેદીઓની અંગ ઝડતી કરી હતી, ત્યારે બિસ્તર સર સામાનની ચકાસણી કરતા બેરેકના મંદિર પાસેના બારીમાંથી ન્યૂઝપેપરમાં સંતાડેલો મોબાઈલ ફોન અને સીમકાર્ડ મળી આવ્યાં છે.મોબાઈલ મળ્યા બાદ કેદીઓની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે કોઈ કબૂલાત કરી નહોતી. જેથી સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતાં, ત્યારે પાકા કામનો કેદી રાહુલ ત્રિવેદી મોબાઈલ ફોન મુકતો દેખાયો હતો. જેથી રાહુલ નામના કેદી સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધવામાં આવ્યો હતો.સાબરમતી જેલમાં હાઈ સિકયુરિટી હોવા છતા જેલમાં આસાનીથી મોબાઈલ જાય સહિત પ્રતિબંધિત વસ્તુઓ આસાનીથી અંદર જઈ શકે છે. રાણપી પોલીસ મથકમાં ફરિયાદ થયા બાદ તપાસ એસઓજી દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ આજદિન સુધી જેલના કોઈ સિપાઈ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

(10:34 pm IST)