ગુજરાત
News of Friday, 28th August 2020

સૌરાષ્ટ્રની સફળ મુલાકાત બાદ

હવે ૩જીથી પાટિલ ઉત્તર ગુજરાતના પ્રવાસે

નવી દિલ્હી,તા. ૨૮: સી.આર.પાટીલના ઉત્ત્।ર ગુજરાત પ્રવાસને લઈને પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી છે. પાટીલ આગામી સપ્તાહે ઉત્ત્।ર ગુજરાતનો પ્રવાસ શરૂ કરશે. ૨ સપ્ટેમ્બરે રાત્રે અંબાજી મંદિર પહોંચશે. ૩ તારીખે મંદિર દર્શન કરીને દાંતા,પાલનપુર,ડીસા જશે. પાટણ જિલ્લાથી પ્રવાસ શરૂ થશે. પાટણમાં ભવ્ય સ્વાગત બાદ ૨ બેઠકો યોજશે. રાત્રી રોકાણ પાટણમાં કરશે. ૪ સપ્ટેમ્બરે વિરમાયા સ્થળના દર્શન કરશે. રાણીની વાવની મુલાકાત અને કાલિકા માતા પણ જશે. બલિશનાથી મહેસાણાનો પ્રવાસ શરૂ કરશે. ઊંઝા ઉમિયા માતાના દર્શન કરશે. મહેસાણા ૨ બેઠકો યોજી પ્રેસ કોન્ફરન્સ કરશે.

ગાંધીનગરમાં પણ ૨ બેઠકો યોજશે. રાત્રે ચિલોડા અને પ્રાંતિજ જશે. ૫ સપ્ટેમ્બરે સવારે ૧૦ વાગે હિંમતનગર જશે. સાબરકાંઠા બાદ અરવલ્લીના ગંભોઈમાં સ્વાગત થશે. મોડાસા શહેરમાં સ્વાગત થશે. સાંજે ૫ અને ૬ વાગ્યે બેઠકો યોજશે.

સૌરાષ્ટ્રમાં જે ક્ષતિઓ થઈ તેનું ધ્યાન રાખીશું તેવુ પણ પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું. હાલના કાર્યક્રમોમાં માસ્ક અને સેનેટાઈઝનો ઉપયોગ થશે. ૩ દિવસમાં ૭ જિલ્લાનો પ્રવાસ પૂર્ણ કરશે.

(11:19 am IST)