ગુજરાત
News of Friday, 28th August 2020

સુરતના કતારગામમાં સોસાયટીના ઘરમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા

સુરત: શહેરના કતારગામ ગજેરા સર્કલની બાજુમાં આવેલી મામાદેવ સોસાયટીના એક ઘરમાં કતારગામ પોલીસે ગતસાંજે છાપો મારી ત્યાં દારૃની મહેફીલ માણતા પાંચને ઝડપી લીધા હતા વ્હીસ્કીની બોટલો પણ કબજે કરી હતી.


પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે કતારગામ પોલીસે ગતસાંજે ગજેરા સર્કલની બાજુમાં આવેલી મામાદેવ સોસાયટી ઘર નં.બી/11 માં રહેતા અને મજૂરીકામ કરતા કેતન ઉર્ફે ભજીયો ગુરજીભાઈ ગામીત (.34, મૂળ વ્યારા) ને ત્યાં છાપો મારી ત્યાં દારૃની મહેફીલ માણતા કેતન ઉપરાંત નોકરીયાત નરેન્દ્ર ઈશ્વરભાઈ બ્રહ્મભટ્ટ (.31, રહે.બી/135, સ્મૃતિ સોસાયટી વિભાગ 2, કતારગામ,મૂળ નડીયાદ)વેપારી હિતેશ વિનુભાઈ પટેલ (.35, રહે./25, મણિનગર સોસાયટીઅશ્વનીકુમાર રોડમૂળ અમરેલી)નોકરીયાત હેમંત જનકભાઈ ઈનામદાર (.40, રહે.31, ધરતી સોસાયટી,કતારગામ) અને દલાલ અલ્પેશ હીરાભાઈ પરમાર (.30, રહે.301, મધુરમ વિલાકરમલા ગામઓલપાડ) ને ઝડપી લીધા હતા.

(5:25 pm IST)