ગુજરાત
News of Friday, 28th August 2020

રાજપીપળા શહેર માં નિયમોનુસાર સાતમા દિવસે દુંદાળા દેવ ની નાની પ્રતિમાઓનું વિસર્જન થયું

કોરોના વાયરસ વચ્ચે સરકારે મોટી પ્રતિમાઓ,મંડપ સહિત ની બાબતે પરવાનગી આપી ન હોવાથી ગણેશ ભક્તો એ ઘરો માજ નાની પ્રતિમાઓ ની સ્થાપના કરી હતી.

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે કોરોના વાયરસ ના કારણે ગણપતિ સહિત ના મોટા ઉત્સવો સાદાઈ થી મનાવવા જણાવાયું હોય જેમાં પણ બે ત્રણ ફૂટ ની ગણેશ પ્રતિમા ની પરવાનગી આપતા શહેરો માં ગણેશ ઉત્સવ ખૂબ જ સાદાઈ થી શરૂ થયો હતો જેમાં ભક્તો એ પોત પોતાના ઘરો માં જ નાની ગણેશ ની પ્રતિમાઓ ની સ્થાપના કરી પોતાની માનતા કે ખુશી વ્યકત કરી હતી ત્યારે રાજપીપળા શહેર માં પણ અસંખ્ય ભક્તો એ સ્થપના કરેલી નાની પ્રતિમાઓનું કોઈ ભક્તે 5 દિવસે તો 7 દિવસે કે દસ દિવસે વિસર્જન કર્યું હતું જેમાં આજે સાત માં દિવસે રાજપીપળા કરજણ નદી ના કિનારે ગણેશ ભક્તો એ નિયમોનુસાર દુંદાળા દેવ નું અશ્રુભીની આખો એ વિસર્જન કરી આવતા વર્ષે ફરી પધારજો ના નાદ સાથે વિસર્જન કર્યું હતું.

(5:35 pm IST)