ગુજરાત
News of Friday, 28th August 2020

આજે ફરી રાજ્યમાં કોરોના નો ફૂફાળો : છેલ્લા ચોવીસ કલાકમાં નવા રેકર્ડબ્રેક 1272 પોઝીટીવ કેસ ની સામે 1050 દર્દીઓને રજા અપાઈ : કુલ કેસનો આંકડો વધીને 92,601 થયો : વધુ 14 લોકોના દુખદ અવસાન : રાજ્યનો કુલ મૃત્યુઆંક 2978 એ પહોચ્યો : અત્યાર સુધીમાં કુલ 74,551 લોકોએ કોરોનાને માત આપી : રોજેરોજ રાજ્યના તંત્ર અને શહેરોના લોકલ તંત્રના આંકડાઓમાં તફાવત પણ યથાવત

આજે પણ સુરત જિલ્લામાં સૌથી વધુ 270 કેસ, અમદાવાદમાં 168 કેસ, વડોદરામાં 132 કેસ, રાજકોટમાં 112 કેસ, જામનગરમાં 92 કેસ, મોરબીમાં 26 કેસ, ભાવનગરમાં 65 કેસ, પંચમહાલમાં 30 કેસ, કચ્છ માં 22 કેસ, મહેસાણામાં 19 કેસ નોંધાયા : સંપૂર્ણ સૂચિ જોવા માટે અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોના બેફામ રીતે ફેલાઈ રહ્યો છે. રોજેરોજ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે વધુ 1272 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 92,601 ને આંબી ગઈ છે અને આજે વધુ 14 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2978 થયો છે તો બીજીતરફ આજે વધુ 1050 દર્દીઓ સાજા થતા કુલ 74,551 લોકોએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં હાલમાં કુલ 15,072 એક્ટિવ કેસ છે જેમાં 14,986 સ્ટેબલ છે અને 86 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રોજેરોજ રાજ્યના તંત્ર અને શહેરોના લોકલ તંત્રના આંકડાઓમાં તફાવત પણ યથાવત રહેતા લોકો મુંજવાણમાં પડ્યા છે કે સાચ્ચા આંકડાઓ ક્યાં માનવા?

(7:06 pm IST)