ગુજરાત
News of Tuesday, 28th September 2021

સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ:પલસાણા તાલુકામાં 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્તા જળબંબોળ

મોડી સાંજે પલસાણા ,કામરેજ અને બારડોલી તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ : વાવાઝોડા સાથે વરસાદથી વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી: કડોદરા નગરમાં સુરત તરફ જતા બને સર્વિસ રોડ પર દોઢફૂટ જેટલું પાણી ભરાયું

સુરત : આજે વહેલી સવારથી જ હવામાન વિભાગના આગાહી અનુરૂપ ગુલાબ વાવાઝોડાના અસર સમગ્ર સુરત જિલ્લામાં વર્તાઈ હતો જેથી સમગ્ર જિલ્લામાં ઠેરઠરે છૂટોછવાયો વરસાદ પડતા સરેરાસ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો

 મોડી સાંજે પલસાણા ,કામરેજ અને બારડોલી તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો સીઝનમાં પ્રથમ વખત વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો જેની અસરથી મોટાભાગના વિસ્તારમાં વીજળી ગુલ થઈ હતી તો ક્યાંક ઝાડ પડવાના કારણે આંતરિક રસ્તાઓને અસર પડી હતી

સાંજના સમયે પલસાણા તાલુકાના ગાજવીજ સાથે વરસાદ વરસતા વિઝીબિલિટી ઓછી થઈ હતી જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કડોદરા નગરમાં સુરત તરફ જતા બને સર્વિસ રોડ પર દોઢફૂટ જેટલું પાણી ફરી વળતા ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી. વળી સાંજના સમયે મિલોના કામદારોનો છૂટવાનો સમય હોવાના કારણે કડોદરા ચાર રસ્તા પર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી

(10:35 pm IST)