News of Tuesday, 27th September 2022
આગામી પાંચ દિવસ રાજયમાં ઝાપટાથી માંડી હળવા મધ્યમ વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદનું અનુમાનઃ હવામાન ખાતુ
અમદાવાદ : ચોમાસાની વિદાય થવાની શરુઆત થઇ ગઇ છે. પરંતુ હવામાન વિભાગે ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં માત્ર વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. રાજ્યમાં પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ પડવાની શકયતા છે. તો દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન છે. તેમજ અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડવાની શકયતા દર્શાવી છે.
(11:35 am IST)