ગુજરાત
News of Tuesday, 27th September 2022

સુરતમાં 50 હજારના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને 6 મહિનાની કેદની સુનવણી કરી

સુરત: મિત્રતાના નાતે હાથ ઉછીના આપેલા 1 લાખના લેણાં પેટે આપેલા ચેક રીટર્ન થયા હતા

મિત્રતાના સંબંધના નાતે હાથ ઉછીના આપેલા કુલ રૃ.1 લાખના લેણાંની ચુકવણી પેટે આપેલા ૫૦ હજારના બે ચેક રીટર્ન કેસમાં આરોપીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ એ.એ.વાયડાએ બંને કેસોમાં છ માસની કેદ,5 હજાર દંડ ફટકાર્યો હતો.

કતારગામ ખાતે વૃંદાવન સોસાયટીમાં રહેતા ફરિયાદી દિપક સતીષભાઈ અગ્રવાલે મોટા વરાછા ખાતે રાજહંસ ટાવરમાં રહેતા આરોપી બિપીનકુમાર મનસુખલાલ વિસાવેલીયા સાથે મિત્રતાના સંબંધ હતા.જે સંબંધના નાતે આરોપીને ધંધાકીય હેતુ માટે સપ્ટેમ્બર-2020માં નાણાંકીય જરૃર જણાતા ફરિયાદી પાસેથી 1લાખ હાથ ઉછીના માંગ્યા હતા.જેથી ફરિયાદી દિપકભાઈએ પોતાના ખાતામાંથી રૃ.39,300 તથા રોકડા 10,700 મળીને 50 હજાર હાથ ઉછીના આપ્યા હતા.જેના પેમેન્ટ પેટે આરોપીએ આપેલા ચેક બે વાર રીફર ટુ ડ્રોઅરના શેરા સાથે રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી. સુનાવણી બાદ કોર્ટે આરોપીને દોષી ઠેરવી સજા દંડ કર્યો હતો. દંડ ન ભરે તો વધુ 15 દિવસની કેદની સજા ફટકારી છે.ફરિયાદી દંપતિને ચેકની લેણી રકમ વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત ચુકવી આપવા કોર્ટે આરોપીને નિર્દેશ આપ્યો છે.

(6:33 pm IST)