ગુજરાત
News of Wednesday, 27th October 2021

ઓક્યુપેશનલ થેરાપી :વિવિધ થેરાપી દ્વારા દર્દીઓની સારવાર કરીને તેમને વધારેસ્વતંત્ર બનાવવાની થતી કોશિષ: ડો તિતિક્ષ

વર્લ્ડ ઓક્યુપેશન થેરાપી દિવસની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઉજવણી: બીહેવીયર થેરાપી, મ્યુઝિક, ગ્રુપ , સેન્સરી ઇન્ટિગ્રેશન વગેરે થેરાપી દ્વારા થતી સારવાર

અમદાવદ : આજે 27 ઓક્ટોબરના રોજ વર્લ્ડ ઓક્યુપેશન થેરાપી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની સિવિલ હોસ્પિટલ કેમ્પસની ગર્વમેન્ટ સ્પાઇન ઇન્સ્ટીટયૂટમાં આવેલી ગર્વમેન્ટ ઓક્યુપેશનલ થેરાપી કોલેજમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના લેકચરર ડો. તિતિક્ષ વર્માએ જણાવ્યું હતું કે, ઓક્યુપેશનલ થેરાપી એક એવી થેરાપી છે જેમાં વિવિધ પ્રવુત્તિઓ દ્વારા દર્દીઓને પોતાના રોજિંદા જીવનમાં વધારે સ્વતંત્ર બનાવવાની કોશિષ કરવામાં આવે છે.

જયારે સંસ્થાના સિનિયર ઓક્યુપેશનલ થેરાપીસ્ટ શ્રેયાબેન શર્માએ જણાવ્યું હતું કે, ડિપાર્ટમેન્ટમાં વિવિધ પ્રકારના દર્દીઓ જેવા કે લકવાગ્રસ્ત, સાંધાનો દુખાવો, ઓટીઝમ, સેરેબલ પાલ્સી જેવા દર્દીઓને સારવાર આપવામાં આવે છે. અહીં થેરાપીમાં બીહેવીયર થેરાપી, મ્યુઝિક થેરાપી, સેન્સરી ઇન્ટિગ્રેશન થેરાપી, ગ્રુપ થેરાપી દ્વારા સારવાર આપવામાં આવે છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઇ.સ. 1978માં ઓક્યપેશનલ થેરાપી ડિપાર્ટમેન્ટની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ 2018માં પહેલી ગર્વમેન્ટ ઓક્યુપેશનલ થેરાપી કોલેજ શરૂ કરવામાં આવી હતી. આજના દિવસે સંસ્થાના વડા ડાયરેકટર ડો. રાજેશ સોંલકીના હસ્તે કેક કાપવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને શુભેચ્છા સંદેશ આપ્યો હતો. સંસ્થાના આર.એમ.ઓ. સંજય કાપડીયા હાજર રહ્યા હતા. લેકચરર હેતલબેન ત્રિપાઠી દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના પ્રોજેક્ટ પણ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં એ.ડી.એલ. બોર્ડ, મિરર બોક્સ, હેન્ડ ફંકશન ટેસ્ટ કીટ, સેન્સરી વોલ, એડેપ્ટીવ ડીવાઇસ વગેરેનો સમાવેશ થાય છે.

કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઓક્યુપેશનલ થેરાપી વીકની ઉજવણ કરવામાં આવશે. જેમાં એક્ઝીકયુટવી ડે, રેઇન બો ડે, સ્પોર્ટ ડે, ટવીન્સ ડે, ટ્રેડીશનલ ડે વગેરે દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે.

(12:39 am IST)