ગુજરાત
News of Saturday, 28th November 2020

ગુમ બાળકનો વીડિયો મૂક્યોને કલાકોમાં પરિવાર સાથે મિલન

સોશિયલ મીડિયાનું સારું પરિણામ : મામાને ત્યાં આવેલો બાળક રમતા-રમતા રસ્તો ભટકી ગયો અને પોલીસને મળતાં તેનો વીડિયો બનાવી શેર કર્યો

સુરત, તા. ૨૭ : આજના યુગમાં દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન જોવા મળે છે અને મોટા ભાગના લોકો ઇન્ટરનેટથી કનેક્ટ રહે છે. તેવામાં સોશિયલ મીડિયામાં માત્ર એક મેસેજને વાયુવેગે વાયરલ થતા જરા પણ સમય લાગતો નથી. સોશિયલ મીડિયા થકી લોકો હવે એક-બીજાને માહિતી શેર કરે છે અને ક્યારેક સોશિયલ મીડિના માધ્યમથી લોકોને નવજીવન પણ મળે છે. આવું કંઇ સુરત પોલીસે કરી દેખાડ્યું છે.

સુરત પોલીસે રમતા-રમતા ગુમ થયેલા બાળકને સોશિયલ મીડિયા થકી પરિવાર સાથે મિલન કરાવ્યું. સુરત પોલીસે બાળકનો એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેનું ખુબ સારૂ પરિણામ આવ્યું છે.

મૂળ રાજકોટનો વર્ષનો બાળક પોતાના મામાને ત્યાં અમરોલી કોસાડ આવાસમાં રહેવા આવ્યો હતો. બાળક રમતા-રમતા રસ્તો ભટકી ગયો હતો અને તે સુરત શહેરના છેડાવે આવેલા વસાવરી રેલવે ફાટક પર પહોંચી ગયો હતો. ટ્રાફીક પોલીસની નજર એકલા બાળકને જોઈ બાળકને તેની પૂછપરછ કરી હતી. પણ ત્રણ વર્ષના બાળકને તે ક્યાં રહે છે તેના માતા પિતાનું નામ શું છે. તે બોલતા આવડતું હતું. પોલીસએ વિસ્તારમાં બાળકને લઈ પુછપરછ કરતા તેના કોઈ વાલીવારસ મળ્યા હતા. પોલીસે થોડાક દિવસ પહેલા વિસ્તારમાં એક વર્ષના બાળકની હત્યા થઈ હોઈ તે બાબત વિચારી ઘટનાની ગંભીરતા લઈ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીએ સોશિલ મીડિયાનો સહારો લીધો અને તેમણે બાળક મળી આવ્યો હોઈ તેવો સોશિયલ મીડિયામાં વીડિઓ વાયરલ કર્યો હતો.

બાળક મળી આવ્યાનો વીડિયો સુરતમાં વાયુવેગે ફેલાયો હતો. સુરતના તમામ ગ્રૂપમાં વીડિયો ફરી રહ્યો હતો ત્યારે ગુમ બાળકની માતા અને મામા અમરોલી પોલીસ મથકે પહોંચ્યા

(9:16 pm IST)