ગુજરાત
News of Saturday, 28th November 2020

બેંકો દ્વારા થતી આડેધડ વસુલાતોથી વેપાર ઉદ્યોગને માઠી અસર : મગનભાઇ પટેલ

એમએસએમઇ ફેડરેશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રીને પત્ર

(કેતન ખત્રી) અમદાવાદ : સરકારના પરિપત્ર મુજબ થાપણો, ઉપાડ, નાણાંકીય લેવડ દેવડ પર બેંકો દ્વારા લગાવવામાં આવેલા ચાર્જ તદ્દન અયોગ્ય ગેરવાજબી છે અને તેને તાત્કાલિક પાછા ખેંચી લેવા જોઈએ. અધિકારીઓના પગાર તેમજ અન્ય ખર્ચ બેંકના ગ્રાહકો ઉઠાવતા હોય છે અને બેંકો નફો કરી રહી છે એવું ઓલ ઇન્ડિયા એમએસએમઈના પ્રમુખ શ્રી મગનભાઈ પટેલે રિઝર્વ બેક્ન ઓફ ઇન્ડિયાના ગવર્નર શ્રી શક્તિકાંત દાસ, કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સિતારમણને તાજેતરમાં એક પત્ર દ્વારા જણાવ્યું છે કે MSME ને વિવિધ કામકાજ માટે અવારનવાર રોકડની જરૂર હોય છે જેમ કે કાચા માલ અને મટીરીયલ્સની સહેલાઇથી ખરીદી, ભાડુ અને મજૂરી ખર્ચ, વાહન વ્યવહાર ખર્ચ, રોજબરોજના નાણાંકીય વ્યવહારોની ચુકવણી, વાઉચર્સ, પેકિંગ મટિરિયલ ખર્ચ, લેબર એડવાન્સ ઉપાડ ખર્ચ, આકસ્મિક ખર્ચાઓ, આવશ્યક સેવાઓ પરના ટેક્સ ખર્ચ, વૈધાનિક ફી ચુકવણીની જરૂરિયાત ખર્ચ, MSME એન્ટરપ્રાઇઝમાં જરૂરી ચુકવણીઓ ઉપર બેંક દ્વારા હાલમાં જે ચાર્જ વસૂલવાથી વેપાર ઉદ્યોગ પર વિપરિત અસર પડશે.

વર્ષ ૨૦૨૦-૨૧ના ક્વાર્ટર -૨ ના SBIનો ચોખ્ખો નફો રૂ.૪૭૪૪ કરોડ અને એસબીઆઈ માટે ક્વાર્ટર -૨ નાંણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ સમયગાળા માટે ચોખી વ્યાજની આવક રૂ.૨૮૧૮૨ કરોડ થઈ છે તે સૂચવે છે કે કેવી રીતે બેંકો અર્થવ્યવસ્થામાં નીચલા સ્તરની સ્થિતિમાં પોતાની અનુકૂળ પરિસ્થિતિઓને મૂકી રહી છે.

ઓલ ઇન્ડિયા એમએસએમઇ ફેડરેશનનો અભ્યાસ સૂચવે છે કે બચત ખાતામાં ફિક્સ્ટ ડિપોઝિટમાં ૪ % અને ૬ % વ્યાજ આપવામાં આવે છે , જ્યારે ચાલુ ખાતામાં ૦ % વ્યાજ આપવામાં આવે છે જે બેંકોના કુલ નાણાંના સરેરાશ ૪ % છે અને બેંકો ૧૪ % નાણાં ધીરે છે. જ્યાં ધિરાણ ગ્રાહકોની જરૂરિયાતોને સમજ્યા વિના થાય છે, ત્યાં કંપનીએ ઉદ્યોગોમાં બાકી રહેલા ઓર્ડર મુજબ રાજકીય - સરકારી અને બેંક વિભાગો સાથે જોડાણ તેમજ કોઈપણ મોટા કોર્પોરેટ ઉદ્યોગોને ધિરાણ આપ્યા બાદ તેનું નિરીક્ષણ કરવામાં આવતું નથી.

ઓલ ઇન્ડિયા એમએસએમઇ ફેડરેશનના પ્રમુખ શ્રી મગનભાઇ પટેલે એસએસઆઈ બોર્ડને વિવિધ સૂચનો કર્યા હતા, જ્યારે તેઓ ૧૯૯૪ થી ૨૦૦૮ દરમિયાન વિલંબ ચૂકવણી અધિનિયમ અંગે સમિતિના સભ્ય હતા, જે પછીથી કાયદો બન્યો હતો. તેના અમલીકરણના ભાગ રૂપે, દરેક રાજ્યોમાં સુવિધા પરિષદની સ્થાપના કરવામાં આવી, જેણે ઘણા પ્રયત્નો કર્યા અને સુધારો કર્યો પણ નાના ઉદ્યોગોને કોઈ ન્યાય મળ્યો નહીં. નાના ઉદ્યોગોના માલને નકારી મોટા ઉદ્યોગોને ચુકવણી કરવામાં અચકાતા હોવાથી, નાના ઉદ્યોગો પણ એનપીએ બની જાય છે. નાના ઉદ્યોગો આવા સંજોગોમાં મોટા ઉદ્યોગોને પડકાર આપી શકતા નથી

(2:35 pm IST)