ગુજરાત
News of Saturday, 28th November 2020

રાજ્યમાં કોરોના ગાંડોતૂર ::નવા 1598 કેસ નોંધાયા ::વધુ 15 લોકોના મોત :વધુ 1523 દર્દીઓ સાજા થતા કુલ 1,87,969 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 2,,06,714 થયો :મૃત્યુઆંક 3953

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 357 કેસ, સુરતમાં 284 કેસ,વડોદરામાં 179 કેસ,રાજકોટમાં 151 કેસ,ગાંધીનગરમાં 67 કેસ, બનાસકાંઠામાં 58 કેસ,મહેસાણામાં 47 કેસ, પાટણમાં 50 કેસ, જામનગરમાં 40 કેસ, ખેડામાં 32 કેસ, દાહોદમાં 29 કેસ,જૂનાગઢમાં 28 કેસ, સાબરકાંઠા અને ભાવનગરમાં 27-27 કેસ,આણંદ અને મહીસાગરમાં 25-25 કેસ, પંચમહાલમાં 24 કેસ,ભરૂચ અને મોરબીમાં 19-19 કેસ,અમરેલીમાં 18 કેસ નોંધાયા :રાજ્યમાં આજે સૌથી વધુ 91,459 ટેસ્ટ કરાયા : હાલ 14,792 એક્ટિવ કેસ

અમદાવાદ : અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયાની સાથે રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો થઇ રહયો છે, દિવાળી પહેલા કોરોના વાયરસ ધીમો પડયો  હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં આજે  1598 નવા કેસ નોંધાતા ભારે ચિતાની લાગણી પ્રસરી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 1498 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 1523 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ કેસની સંખ્યા 2,06,714 થઇ છે જયારે આજે વધુ 1523 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,87,969 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 15 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 3953 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 90,93 થયો છે

  . રાજ્યમાં હાલ 14,792 એક્ટિવ કેસ છે, જેમાંથી 89 વેન્ટિલેટર પર જ્યારે 14,703 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે 69,887ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં 76,90,779 ટેસ્ટ કરવામાં આવ્યા છે

 રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 2,ગાંધીનગરમાં 1,રાજકોટ કોર્પોરેશનમાં 1,વડોદરામાં 1 મળીને કુલ 15 લોકોના મોત થયા છે

રાજ્યમાં આજે નોંધાયેલા  1598 નવા કેસમા સૌથી વધુ અમદાવાદમાં 357 કેસ, સુરતમાં 284 કેસ,વડોદરામાં 179 કેસ,રાજકોટમાં 151 કેસ,ગાંધીનગરમાં 67 કેસ, બનાસકાંઠામાં 58 કેસ,મહેસાણામાં 47 કેસ, પાટણમાં 50 કેસ, જામનગરમાં 40 કેસ, ખેડામાં 32 કેસ, દાહોદમાં 29 કેસ,જૂનાગઢમાં 28 કેસ, સાબરકાંઠા અને ભાવનગરમાં 27-27 કેસ,આણંદ અને મહીસાગરમાં 25-25 કેસ,પંચમહાલમાં 24 કેસ,ભરૂચ અને મોરબીમાં 19-19 કેસ,અમરેલીમાં 18 કેસ નોંધાયા છે

(7:25 pm IST)