ગુજરાત
News of Saturday, 28th November 2020

બોર્ડ પરીક્ષામાં ફકરા વાંચીને જ જવાબ આપવાના રહેશે

કોરોના કાળમાં વિદ્યાર્થીઓના અભ્યાસને નુકશાન : બોર્ડની પરીક્ષાનો ૩૦ ટકા ઘટાડી દીધેલા અભ્યાસક્રમ સાથેના સેમ્પલ પેપર બોર્ડની વેબસાઈટ પર અપલોડ

સુરત, તા.૨૮ : કોવિડ-૧૯ની સ્થિતિમાં ધંધા-રોજગારની સાથે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ માઠી અસર પડી છે. ક્યારેય વિચાર્યું ન હોય તે રીતે સ્કૂલ-કોલેજ બંધ રહ્યાં અને હજી શ: થઈ શકે તેવી સ્થિતિમાં નથી. ઓનલાઈન સ્ટડી પર જ આધાર રાખીને અભ્યાસ કરી રહેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે સરકારે લીધેલા પગલાંનો અસરકારક અમલ કરવાનું શ: કરી દીધું છે. જેના પગલે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ ૧૦ અને ૧૨ની ૨૦૨૧માં યોજાનારી બોર્ડની પરીક્ષાનો ૩૦ ટકા ઘટાડી દીધેલા અભ્યાસક્રમ સાથેના સેમ્પલ પેપર બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરી દેવાયા છે. જેથી વિદ્યાર્થીઓ તે પ્રમાણે પેક્રટીસ કરી શકે.

આ ઉપરાંત બોર્ડે આગામી વર્ષે ક્વેશ્વન પેપરની પેટર્નમાં પણ ફેરફાર કર્યો છે. જેમાં ધોરણ ૧૨ના પ્રશ્નપત્રમાં આ વખતે મલ્ટીપલ ચોઈસ ક્વેશ્વનને વધારે મહત્વ અપાયું છે. તેવી જ રીતે કેસ સ્ટડી આધારિત સવાલોનું વેઈટેજ પણ વધારી દેવાયું છે.

બોર્ડ પ્રમાણે વિદ્યાર્થીઓને કેસ સ્ટડી આધારિત સવાલ પુછાશે. જેમાં વિદ્યાર્થીઓએ પેરેગ્રાફ વાંચીને જવાબ આપવાના રહેશે. જે વિદ્યાર્થીઓને તેમને વાંચવાની, સમજવાની, અર્થઘટન કરવાની અને જવાબ લખવાની ક્ષમતાઓનું આંકલન કરવામાં મદદ કરશે. એવામાં મલ્ટીપલ ચોઈસ ક્વેશ્નનું મહત્વ ૧૦ ટકા વધારાયું છે. પહેલાં જ્યાં નોલેજ આધારિત સવાલ પુછાતા હતા.

હવે બોર્ડે સવાલોનો આધાર સમજણ અને એપ્લિકેશન બેઝ્ડને બનાવ્યો છે.

સાથે સાથે ફિઝિક્સ જેવા વિષયોમાં થિંકીંગ સ્કિલ્સ અને રિઝનીંગ આધારિત સવાલ સામેલ કરાયા છે. જ્યારે બાયોલોજીમાં એમસીક્યુને શોર્ટ આન્સર ટાઈપ સવાલો સાથે બદલવામાં આવ્યા છે. ગણિતમાં સવાલોની સંખ્યા ૩૬થી વધારીને ૩૮ કરવામાં આવી છે.

(8:50 pm IST)