ગુજરાત
News of Saturday, 28th November 2020

વડોદરામાં કોરોનાના નિયમોના ઉલ્લંઘન મામલે ત્રણ દિવસ માટે મંગલ બજાર બંધ કરાવાતી મનપા

કોરોના માર્ગદર્શિકાના ઉલ્લંઘનને લઈને બજારને બંધ કરવાની કાર્યવાહી

વડોદરામાં નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો પર પાલિકા તંત્રએ લાલ આંખ કરી છે. વડોદરા શહેરના મધ્યમાં આવેલું મંગલ બજાર બંધ કરાવાયું. કોરોના મહામારીને પગલે ત્રણ દિવસ માટે મંગળ બજાર બંધ રહેશે. સોમવાર રાત સુધીમાં બજાર બંધ રહેશે. કોરોના માર્ગદર્શિકાના ઉલ્લંઘનને લઈને બજારને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

(11:49 pm IST)