બોડેલી તાલુકાના મુલધરની સીમમાં દીપડાના હુમલામાં બાળકનું મોત
ખેતરમાં બે વર્ષનું બાળક તેના ભાઈ ખોળામાં રમતું હતું તે દરમિયાન અચાનક ભાઈના ખોળામાં રમી રહેલા બાળકને દીપડો ખેચીને લઈ ગયો હતોઃ જંગલમાંથી મળ્યો મૃતદેહ
છોટાઉદેપુર: બોડેલી તાલુકાના મુલધરની સીમમાં દીપડાના હુમલામાં બાળકનું મોત થયું છે. કેળના ખેતરમાં પોતાના પરિવાર સાથે બેઠા હતા તે દરમિયાન દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. ખેતરમાં બે વર્ષનું બાળક તેના ભાઈ ખોળામાં રમતું હતું તે દરમિયાન અચાનક ભાઈના ખોળામાં રમી રહેલા બાળકને દીપડો ખેચીને લઈ ગયો. પરિવારના સભ્યોએ બુમા બૂમ કરતા ગામ લોકો દોડી આવ્યા અને બાળકને લઈ ગયેલ દીપડાની શોધખોળ આદરી હતી.
ગામ લોકો લાકડીઓ સાથે ખેતરોમાં શોધખોળ કરતા દીપડો બાળકને છોડી ભાગી ગયો.
જોકે, ત્યા સુધીમાં સાહિલ નામનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેસતને લઈ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ખેતરોમાં જતા ડરી રહ્યા છે. આ માનવભક્ષી દીપડો વહેલી તકે પકડાઈ તેવી માગ લોકો કરી રહ્યા છે.