News of Sunday, 29th May 2022
ભદામ ટેકરા નજીક આઇસર્ ટેમ્પોએ એસટી બસને અકસ્માત કરી નુકશાન કર્યું :સદનસીબે કોઈને ઇજા ન થઈ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં ભદામ ગામના ટેકરા પાસે આઉસર ટેમ્પો એ બસને ટક્કર મારી નુકશાન કરતા ફરિયાદ થઈ
મળતી વિગતો અનુસાર રાજપીપળા એસટી ડેપોના ડ્રાઈવર શૈલેષકુમાર વાલજીભાઈ બામણીયા એ આપેલી ફરિયાદ મુજબ તેઓ સરકારી બસ નં GJ.18.Z.7278 મા પેસેંજર ભરી રાજપીપલા થી થરાદ જવા માટે રવાના થયેલ અને ભદામ ટેકરા પસાર કરી ઈંડીયન ઓઈલ પેટ્રોલપંપ પાસે જતા હતા તે વખતે આઈસર ગાડીનો નંબર GJ.15.AT.2556 નો ચાલક પોતાના કબજાની આઈસર ગાડીનો કાબુ ગુમાવી દેતા રીવસ હંકારી લાવી સરકારી બસને આગળની સાઈડે અથાડી એક્સીડંટ કરી નુકશાન કર્યું હતું સદનસીબે કોઈ મુસાફરને ઇજા થઇ નથી પોલીસે ટેમ્પો ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.
(10:08 pm IST)