ગુજરાત
News of Wednesday, 29th June 2022

રાજપીપળામાં રથયાત્રા પૂર્વે ડી.એસ.પી સહિત પોલીસ કાફલાએ શહેરના મુખ્ય માર્ગો ઉપર રૂટ નિરીક્ષણ કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આગામી તારીખ એક જુલાઈનાં દિવસે રાજપીપળા રાધાકૃષ્ણ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથ ની રથયાત્રા નીકળનારી છે એ માટે આજે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલા દ્વારા શહેર માં ફ્લેગ માર્ચ કરવાના આવી હતી જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે એ રાધાકૃષ્ણ મંદિર ખાતે પહોંચી રથયાત્રા નાં આયોજકો સાથે ચર્ચા કરી જરૂરી સૂચન કર્યા હતા ત્યારબાદ મંદિરમાં દર્શન કરી પોલીસ કાફલા સાથે શહેરનાં સંવેદનશીલ વિસ્તારો સહિત મુખ્ય માર્ગો ઉપર ફ્લેગ માર્ચ કરી હતી જિલ્લા પોલીસ વડા સાથે ડી.વાય. એસ.પી એસ.જે.મોદી એલસીબી પીઆઈ અલ્પેશ પટેલ, એસ.ઓ.જી.પીઆઈ જાટ,ટાઉન પીઆઈ પટેલ સહિત પોલીસ કાફલો શહેરમાં ફર્યો હતો.
જિલ્લા પોલીસ વડા એ મંદિર ખાતે મીડિયા કર્મીઓ સાથે વાત કરતા જણાવ્યું કે પોલીસે શાંતિ સમિતિની બેઠકો યોજી તમામ સૂચનો આપ્યા છે અને આજે ફ્લેગ માર્ચ દરમિયાન રાધાકૃષ્ણ મંદિર અને શહેર માં ફરી નિરીક્ષણ કર્યું છે માટે શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પૂર્ણ થશે તેવી આશા છે

(10:31 pm IST)