ગુજરાત
News of Thursday, 29th July 2021

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 86 તાલુકાઓમાં મેઘમહેર : ત્રણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ : અન્યત્ર ઝાપટા

ધરમપુરમાં ૨ ઇંચ ,કપરાડામાં પોણા બે, અને ખેરગામમાં સવા ઈંચ વરસાદ

અમદાવાદ : રાજ્યમાં વરસાદનું જોર ધીમું પડ્યું છે કન્ટ્રોલ રૂમના જણાવ્યા મુજબ 86 તાલુકામાં વરસાદની હાજરી નોંધાઇ છે પરંતુ તેમાંથી ૮૩ તાલુકામાં સામાન્ય ઝાપટા પડ્યા છે અને પૂરો એક ઈંચ પણ વરસાદ પડ્યો નથી.

વલસાડ જિલ્લાના ધરમપુરમાં ૨, કપરાડામાં પોણા બે, નવસારી જિલ્લાના ખેરગામમાં સવા ઈંચ પાણી પડ્યું છે. સાબરકાંઠા જિલ્લાના પોશીના, તાપી જિલ્લાના ડોલવણમા પોણો ઇંચ વરસાદ થયો છે.

(10:17 am IST)