ગુજરાત
News of Thursday, 29th July 2021

સવારે બનાસકાંઠામાં ડીસા, ધાનેરા, કાંકરેજ, દિયોદર અને થરાદ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો

પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, અંબાજી અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ

બનાસકાંઠામાં ડીસા,ધાનેરા,કાંકરેજ,દિયોદર,થરાદ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે. પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, અંબાજી અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ વહેલી સવારે પડ્યો છે. વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કારણ કે આ વરસાદથી મગફળી, બાજરી, જુવાર, ગવાર સહિતના પાકને ફાયદો થશે. બનાસકાંઠાના લાખણી તાલુકામાં ટકાવારી પ્રમાણે સીઝનનો સૌથી ઓછો વરસાદ નોધાયો છે

(1:23 pm IST)