ગુજરાત
News of Thursday, 29th July 2021

અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં વરસાદ શરૂ

અમદાવાદના નંદાસણ, કલોલ, સેરથા, વૈષ્ણવદેવી સર્કલ, ગોતા વિસ્તારમાં વરસાદ

અમદાવાદ :  હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં વરસાદ પડવાનો શરૂ થયો છે. અમદાવાદના પશ્ચિમ ઝોનના નંદાસણ, કલોલ, સેરથા, વૈષ્ણવદેવી સર્કલ, ગોતા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. તો ગાંધીનગર જિલ્લાના કેટલાક વિસ્તારો અને ગામડાઓમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.

 

(1:55 pm IST)