ગુજરાત
News of Thursday, 29th July 2021

રાજયના પાંચ ડેમો છલકાયા, ૯ હાઈ એલર્ટ પર

ગુજરાતના ૪૬ ડેમોમાં ક્ષમતાના ૧૦ ટકા પણ પાણી સંગ્રહ નહીં

અમદાવાદ તા ૨૯, રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં અત્યાર સુધીમાં ૩૫ ટકા વરસાદ પડી ચુક્યો છે. એવામાં ડેમોની સ્થિતિ જોઇએ તો જોવા મળશે કે  રાજ્યના મુખ્ય ૨૦૬ ડેમોમાંથી ૪૬માં બુધવાર સુધીની સ્થિતિ જોઈએ તો  ક્ષમતાના ૧૦ ટકાથી પણ ઓછી જળ સંગ્રહ થયું છે. એમાંથી ૪ તો બિલકુલ સુકાયેલી હાલતમાં છે. જયારે ૫ ડેમ છલકાયા છે અને ૯ હાઈ એલર્ટ પર દર્શાવાયા છે.

પ્રદેશના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં  સારો વરસાદ હોવાના કારણે ડેમોમાં સંગ્રહની સ્થિતિ અન્ય વિસ્તારોની અપેક્ષા કરતા સારી છે. ક્ષેત્રમાં ૧૦ ડેમોમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થઇ ગયો છે. જેમાંથી ૯ હાઈ એલર્ટ પર છે. હાઈ એલર્ટ ડેમોમાંથી ૫ છલકાઈ ગયા છે. રાજ્યના ૭ ડેમોમાં ૮૦ ટકાથી  લઇ ૯૦ ટકા સુધી સંગ્રહ થવાના કારણે એલર્ટ અને અન્ય ૯ ડેમોમાં ૭૦ થી ૮૦ ટકા સંગ્રહ થવાની ચેતવણી તરીકે દર્શાવવામાં આવ્યા છે. આનાથી વધુ વિપરીત સૌરાષ્ટ્ર ક્ષેત્રના જ ૪ ડેમો એવા છે કે જેમાં પાણીની સંગ્રહ  ક્ષમતાના પ્રમાણમાં એક ટીપું પણ પાણી જમા નથી થયું. રાજ્યના અન્ય ૪૨ ડેમોમાં ૧૦ ટકાથી પણ ઓછું પાણી સંગ્રહ થયું છે. રાજ્યના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં સર્વાધિક ૧૪૧ ડેમ છે. સંપૂર્ણ રીતના ભરાયેલા ૫ ડેમો પણ આ જ વિસ્તારમાં છે. આ તમામ ડેમોમાં  ૨૫૫૯.૬૯ એમસીએમની ક્ષમતા છે અને અત્યાર સુધીમાં એમાં ૧૦૪૫ એમસીએમ પાણી જમા થયું છે, જે કુલ ક્ષમતાના ૪૦.૯૭ ટકા છે. દક્ષિણ ગુજરાતમાં ૧૩ ડેમ છે. જેની ક્ષમતાની તુલનામાં ૫૪.૬૪ ટકા સંગ્રહ થયું છે. મુખ્ય ડેમોની સંખ્યા ઉત્તર ગુજરાતમાં ૧૫ છે. જ્યાં ક્ષમતાના ૨૪.૧૦ ટકા જ સંગ્રહ થઇ શક્યો છે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ક્ષમતાના ૪૧.૮૮ ટકા, કચ્છના ૨૦ ડેમોમાં ક્ષમતાના ૨૪.૩૨ ટકા જળ સંગ્રહ થયું છે.

 ૨૦૭ ડેમોમાં ૧૧૭૦ એમસીએમ પાણી જમા

 રાજ્યના નર્મદા સહિતના મુખ્ય ૨૦૭ ડેમોમાં કુલ જળ સંગ્રહની ક્ષમતા ૨૫,૨૪૪ એમસીએમ છે. હાલમાં આ ડેમોમાં ૧૧૭૦૦ એમસીએમ પાણી જમા થયું છે. જે ક્ષમતાના ૪૬.૩૫ ટકા છે.

 નર્મદાનું જળસ્તર ૧૧૬.૪૭ મીટર

 રાજ્યના સૌથી મોટા નર્મદા ( સરદાર સરોવર) ડેમનું જળસ્તર બુધવારના સવાર સુધીમાં ૧૧૩.૪૭ મીટર સુધી દર્શાવાયું છે. આ ડેમોમાં ક્ષમતાનું ૪૬.૬૬ ટકા પાણી સંગ્રહ છે. ડેમની કુલ સંગ્રહ ક્ષમતા ૯૪૬૦ મિલિયન ક્યુબિક મીટર છે. જેની તુલનામાં હાલ ૪૪૧૩.૮૦ એમસીએમ સ્ટોક છે. 

(2:58 pm IST)