ગુજરાત
News of Thursday, 29th July 2021

ધો. ૩ થી ૮ના છાત્રો માટે બે વિષયની સામયીક મૂલ્યાંકન કસોટી

રાજકોટ તા. ૨૯ : કોરોના મહામારીમાં હાલ ઓનલાઇન શિક્ષણ ચાલુ છે. હોમ લર્નિંગની સાથે મૂલ્યાંકનના હેતુસર સામયિક કસોટી યોજાઇ છે.

ધો. ૩ થી ૮ના વિદ્યાર્થીઓ માટે ઓગસ્ટ માસમાં ૨ વિષયની સામાયિક કસોટી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કસોટી ૨૦ ઓગસ્ટે શરૂ થશે અને ૨૧ ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. કસોટીની ઉત્તરવહીઓ સ્કૂલમાં ૧ સપ્ટેમ્બરના રોજ જમા કરાવવાની રહેશે. કસોટીને લઇને જીસીઇઆરટી દ્વારા અભ્યાસક્રમ પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. ધો. ૩ થી ૫માં પર્યાવરણ અને ગણિત, જ્યારે ધો. ૬ થી ૮માં સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયની સામયિક મૂલ્યાંકન કસોટી લેવામાં આવશે.

(3:33 pm IST)