ગુજરાત
News of Thursday, 29th July 2021

કિસાન સૂર્યોદય યોજનાઃ ૫મી ઓગષ્ટે મુખ્યમંત્રીની હાજરીમાં વીજતંત્રનો જબરો કાર્યક્રમઃ એકી સાથે ૧૮૧ ગામોમાં વીજતંત્ર હવે દિવસે ૮ કલાક લાઈટો આપશેઃ સપ્ટેમ્બરમાં વધુ ૧૮૬ ગામો આવરી લેવાશે

પીજીવીસીએલના એમડી શ્રી ધીમંતકુમાર વ્યાસે આજે 'અકિલા'ને જણાવ્યુ હતુ કે આગામી તા. ૧ થી ૯ ઓગષ્ટની રાજ્ય સરકારની ઉજવણીના ભાગરૂપે ૫મી ઓગષ્ટે ભૂજ ખાતે વીજતંત્રનો કિસાન સૂર્યોદય યોજનાનો સૌથી મોટો સીએમની ઉપસ્થિતિમાં યોજાશેઃ જે સંદર્ભે ઓગષ્ટ માસમાં ૧૮૧ ગામોને હવે વીજતંત્ર દિવસે ૮ કલાક અજવાળા પાથરશેઃ બાદમાં સપ્ટેમ્બરમાં વધુ ૧૮૬ ગામો આવરી લેવાશેઃ આ પહેલા ૧૪૫૯ ગામોને દિવસે વિજળી અપાઈ છે

(3:35 pm IST)