વડોદરા:લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા બે મિત્રો નર્મદા કેનલમાં નાહવા અંદર જતા પાણીના વહેણમાં તણાયા:એકનું મોત:અન્યનો બચાવ
વડોદરા: શહેરનાલક્ષ્મીપુરા વિસ્તારમાં સ્વામિનારાયણ હાઇટ્સ ખાતે રહેતા ૧૪ વર્ષીય વયના બે મિત્રો ચાર્લ્સ રેમસન ક્રિશ્ચન અને શિવમ ભાવેશભાઇ નાઇ આજે સવારે સાડા અગિયારેક વાગે સાઇકલ લઇને ફરવા નીકળ્યા હતા.
બંને મિત્રો ગોરવા પંચવટી થી અંકોડિયા તરફ જતી નર્મદા કેનાલ પાસે રોકાયા હતા અને નાહવા માટે અંદર ઉતરતાં પાણીના વહેણમાં તેઓ તણાયા હતા.બંને મિત્રોને ડૂબતાં જોઇ બૂમરાણ મચી હતી.
લોકોએ હિંમતભેર તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.જેમાં શિવમ નાઇને જીવતો બહાર કાઢી સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો.જ્યારે,ગુમ થયેલા બીજા વિદ્યાર્થીને શોધવા માટે છાણી ટીપી-૧૩ ફાયર બ્રિગેડની મદદ લેવાતાં તેમણે થોડી વારમાં જ વિદ્યાર્થીને બહાર કાઢ્યો હતો.પરંતુ સારવાર દરમિયાન તે બચી શક્યો નહતો.ગોરવા પોલીસના હેકો શૈલેન્દ્રભાઇએ આ અંગે કાર્યવાહી કરી હતી.