ગુજરાત
News of Thursday, 29th July 2021

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું

અમદાવાદ: શહેરના દક્ષિણઝોનમાં આવેલા બહેરામપુરા વિસ્તારમાં રસ્તા ઉપર ખાડાનું સામ્રાજય જોવા મળી રહ્યુ છે.બહેરામપુરા એક એવો વોર્ડ છે કે,જયાંથી સતત ત્રણ ટર્મથી કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાઈને મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી પહોંચતા હોય છે.સતત પંદર વર્ષથી કોંગ્રેસના કોર્પોરેટરો વોર્ડમાંથી ચૂંટાઈને મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી પહોંચી રહ્યા હોવા છતાં પણ સામાન્ય વરસાદની અંદર પણ બહેરામપુરા વોર્ડના અનેક સ્થળોએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા રસ્તાઓ ઉપર ઠેર-ઠેર ખાડા પડી  ગયેલા જોવા મળી રહ્યા છે.રસ્તાઓની આ પ્રમાણેની બેહાલ સ્થિતિને લઈ સ્થાનિક રહીશો ઉપરાંત વાહન ચાલકો સુધીના તમામનો તંત્રના અધિકારીઓ અને ચૂંટાયેલા કોર્પોરેટરો સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક રહીશોની મળતી પ્રતિક્રીયા મુજબ,કોર્પોરેટર દીઠ દર વર્ષે  વોર્ડમાં વિકાસ કામો માટે રુપિયા ૩૦ લાખ રૃપિયા સુધીના બજેટની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાળવણી કરવામાં આવતી હોય છે તો આખરે આ રકમ કોર્પોરેટરો ખર્ચ કયાં અને કેવી રીતે કરે છે એનો હીસાબ જાહેર હીતમાં જાહેર કરવો જોઈએ

 

(5:36 pm IST)