ગુજરાત
News of Thursday, 29th July 2021

અમદાવાદના શાહપુરમાં મોબાઈલ ચોરીની શંકાના આધારે ત્રણ શખ્સોએ યુવક પર છરીથી જીવલેણ હુમલો કરતા હુમલાખોરોની ધરપકડ

અમદાવાદ: શહેરનાશાહપુરમાં બાપુ કોલોની છેલ્લી ગલી  પાસે મોરકસવાડ ખાતે રહેતા મોહંમદ ફૈજલ ઉર્ફે શાહરૃખ શેખ (ઉ.વ.૨૦) એ  મિરજાપુર લાખીયા ગેરજ સામે રહેતા સફવાન બાટલી તથા ઇમરાન ચીના અને સોહેબ બાટલી સામે ગુનો નોધાવ્યો છે, કે ગઇકાલે રાતે ૧૧.૩૦ વાગે ફરિયાદી તથા તેનો મિત્ર તલ્લા મોરકસવાડાના નાકે બેઠા હતા.
 આ સમયે સફવાન બાટલીએ આવીને ફરિયાદીના મિત્ર તલ્લાને મોબાઇલ ચોરી બાબતે પૂછતા હતા. મિત્રએ મોબાઇલ ચોરી કરેલી નથી તેમ કહેતા આરોપી બન્ને સાથે બોલાચાલી કરીને ગાળો બોલવા લાગ્યો હતો. જેથી તકરાર થતાં  ફરિયાદી છોડાવવા વચ્ચે પડતા આ  તારી મેટર નથી તો તુ કેમ વચ્ચે પડે છે લાફો મારીને હુ આવું છુ કહીને તે જતો રહ્યો હતો, જ્યારે મિત્ર પણ તેના ઘરે જતો રહ્યો હતો, યુવક એકલો બેઠો હતો આ સમયે ત્રણેય શખ્સોએ આવીને ડંડાથી મારી માર્યા બાદ સફવાને છરી માથામાં મારી હતી, ગંભીર હાલતમાં યુવકે સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે શાહપુર પોલીસે ગુુનો નોધી  ફરાર આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:38 pm IST)