ગુજરાત
News of Thursday, 29th July 2021

નર્મદા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઇન્ચાર્જ જનરલ મેનેજર જે.બી.દવે રાજપીપળા ખાતે દર ગુરૂવારે મળશે

(ભરત શાહ દ્વારા) રાજપીળા : મદદનીશ  ઉદ્યોગ કમિશનર અને નર્મદા  જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર પી.બી. પટેલ વય નિવૃત્ત થતાં ખાલી પડેલ જગ્યાનો વધારાનો હવાલો નાયબ ઉદ્યોગ કમિશનર અને  ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર જે.બી.દવેને તેમની હાલની ફરજો ઉપરાંત વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હોવાથી નર્મદા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે મહિનાના દર ગુરૂવારે મળી શકશે તેમ, નાયબ ઉદ્યોગ કમિશનર અને નર્મદા  જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.

(11:32 pm IST)