ગુજરાત
News of Saturday, 29th August 2020

નર્મદા ડેમના દરવાજા ૧૦ મીટર સુધી પાણી ભરાઇ જતા ૧૦ ગેટ ખોલાયાઃ ૧ લાખ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છેઃ નર્મદા જિલ્લાના ૩ તાલુકાના ર૧ ગામો અને ભરૂચ-વડોદરા જિલ્લાના કાંઠા વિસ્‍તારના ગામોને સાવધ કરાયા

છેલ્લા ૮ દિવસથી નર્મદાની જળ સપાટીમાં સતત વધારો થતા ડેમની સપાટી ૧૩૧.૦૧ મીટરે પહોંચી

રાજપીપળાઃ ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમના દરવાજામાં ૧૦ મીટર સુધી પાણી ભરાઇ જતા ૧૦ ગેટ ખોલવામાં આવ્‍યા છે. અને ૧ લાખ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આથી નર્મદા જિલ્લાના ૩ તાલુકાના ર૧ ગામોને અને ભરૂચ તથા વડોદરા જિલ્લાના કાંઠા વિસ્‍તારના ગામોને સાવધ કરવામાં આવેલ છે. છેલ્લા ૮ દિવસથી નર્મદાની જળ સપાટીમાં સતત વધારો થતા ડેમની સપાટી ૧૩૧.૦૧ મીટરે પહોંચી છે.

સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Dam)ની જળ સપાટી વધતા વીજ મથક ધમધમતું થયું.

1200 મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના 5 યુનિટ શરૂ કરાયા છે.

વીજ મથકો ચાલતા નર્મદા નદીમા 40,136 ક્યુસેક પાણી ઠલવાતા નર્મદા નદીનું મુખ્ય વહેણ બન્ને કાંઠે વહી રહ્યું છે.

ડેમના ગેટ લાગ્યા બાદ ડેમને 138.68 મીટર સુધી ભરી શકાય છે.

હાલની નર્મદા ડેમની જળ સપાટી 131.01 મીટર પર પહોંચી છે.

નર્મદા ડેમમાં પાણીની આવક 85,390 ક્યુસેક થઈ છે.

હાલ નર્મદા ડેમના 10 ગેટ ખોલી 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

જેથી નર્મદા જિલ્લાના 3 તાલુકાના 21 ગામોને સહિત વડોદરા, ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામો સાવધ કરી દેવામાં આવ્યા છે.

નર્મદા ડેમની સપાટી 130.98 મીટરે પહોંચી છે અને મધ્ય પ્રદેશમાં સારો વરસાદ પડતા જેનું પાણી સીધું સરદાર સરોવરમાં આવી રહ્યું છે.

ઉપરવાસ માંથી 1 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે.

એટલે સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે.

હાલ નર્મદા ડેમમાં 2200 MCM (મ્યુલીયન ક્યુબિક મીટર ) લાઈવ પાણીનો જથ્થો છે.

ગુજરાત માટે કેનાલમાં 6000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે એટલે કે રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે અને પીવા માટે પાણી પહોંચાડવા ડેમ સક્ષમ છે.

ડેમના દરવાજા લાગતા ડેમની સ્ટોરેજ કેપેસિટી વધી છે.

નર્મદા બંધન સરોવરમાં 138.68 મીટર સુધી પાણી ભરી શકવાના છે એટલે આ વર્ષ ખૂબ સારું છે.

નર્મદા ડેમના દરવાજા 121.92 મીટર પર બેસાડવામાં આવ્યા છે ત્યાર બાદ ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર થઈ છે.

જો દરવાજા બેસાડવામાં ન આવ્યા હોત તો ડેમ હાલમાં ઓવરફ્લો થતો હોત.

(11:19 pm IST)