ગુજરાત
News of Saturday, 29th August 2020

અમદાવાદ ખાતે જન અધિકાર મંચ દ્વારા તંત્ર સામે નવતર વિરોધ : સેલ્‍ફી વીથ ખાડા અભિયાન: સોશ્‍યલ મીડીયા પર ફોટા અપલોડ કરાશે : પૂર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહ વાઘેલાઅે ભાજપ ખાડામાં ગયો હોવાની ટવીટ કરી

અમદાવાદ : અત્રેના જન અધિકાર મંચ દ્વારા તંત્ર સામે નવતર વિરોધ કરવામાં આવશે. સેલ્‍ફી વીથ ખાડા અભિયાન ચલાવાશે. સોશ્‍યલ મીડીયા પર તેના ફોટા અપલોડ કરાશે તેમજ પૂર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહ વાઘેલાઅે ભાજપ ખાડામાં ગયો હોવાની ટવીટ કરી હતી.

જન અધિકાર મંચના પ્રવિણ રામે જણાવ્યું છે કે,

બિસ્માર રસ્તાઓના વિરોધમાં મારા માર્ગદર્શન હેઠળ આવતીકાલ શનિવારથી સમગ્ર ગુજરાતમાં અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવશે. જેમાં સેલ્ફી વીથ ખાડા (Pits in Ahmedabad) અભિયાનની શરૂઆત કરાશે. અતિ ભારે વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર થતાં જનતા ત્રસ્ત છે અને અધિકારીઓ અને કોન્ટ્રાકટરો મસ્ત છે. જામ ખંભાળિયા અને સુરત ખાતે જન અધિકાર મંચની ટીમ દ્વારા ખાડા પૂજન કરી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

હવે સેલ્ફી વિથ ખાડા અભિયાનમાં યુવાનો અને લોકો ખાડા સાથે સેલ્ફી પડી પોતાના ફોટાં સોશીયલ મીડિયામાં અપલોડ કરશે. અને પદાધિકારી તેમ જ અધિકારીઓ સુધી જનતાનું દર્દ પહોચાડવા આ અનોખો પ્રયોગ કરાશે. આ અભિયાન આવતીકાલથી શરૂ થશે. જ્યાં સુધી સમારકામ નહી થાય ત્યાં સુધી ચાલશે તેમ જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના ટ્યૂનના બદલે ખાડા ખૂબ જ વાયરલ થઇ હતી. જેને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેરાએ પણ રિટ્વીટ કરી હતી. જેમાં કહેવામાં આવે છે કે,

કોરોના કોલર ટ્યુનને બદલે નવી કોલર ટ્યુન નાખવાની જરૂર છે. ખાડાવાળા રોડ અને ખુલ્લી ગટરથી આજે આખો ગુજરાત લડી રહ્યું છે પણ યાદ રાખો આપણે ખાડાથી બચવાનું છે, ખાડામાં પડવાનું નથી. એને તારવીને ચાલો. આવા રોડ બનાવવાવાળા જેમ કે કોન્ટ્રાક્ટર, પ્રમુખ, ઓફિસર વગેરેનો પૂરો વિરોધ કરો. વિરોધ કરનારા યોદ્ધાઓની સંભાળ રાખો. તો ગુજરાતમા બનશે

શહેરમાં 1234 રસ્તા રિપેર કરાયા

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી આજે શુક્રવારે 1234 રસ્તા રિપેરીંગ કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરી હતી. પરંતુ કેટલાં રસ્તા તૂટી ગયા છે તેમાંથી કેટલાં થયા તે અંગેની વિગતો જાહેર કરવાની ટાળી હતી.

ઝોન વાઇઝ સ્થિતિ

ઝોન

કેટલાં રિપેર થયા

સ્કવેર મીટર

 

 

 

ઉત્તર

268

882.1

પૂર્વ

215

450

ઉત્તર પશ્ચિમ

117

286.76

મધ્ય

108

95.42

દક્ષિણ

170

529.71

પશ્ચિમ

118

316.44

દક્ષિણ પશ્ચિમ

238

396.8

કુલ

1234

2957.23

(8:35 am IST)