ગુજરાત
News of Saturday, 29th August 2020

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવને સમુદાય માટે કલ્યાણકારક પ્રવૃત્ત‌િઓ હાથ ધરવા બદલ એવોર્ડ

કંપનીને કોવિડ રીલિફ પ્રોજેકટ બદલ સીએસઆર હેલ્થ ઇમ્પેકટ એવોર્ડ એનાયત : એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે આસપાસના ગામડાઓમાં : મોબાઇલ ટેકનોલોજી દ્વારા જાગૃતિ લાવવા, પોસ્ટર અભિયાનો વગેરે જેવા સક્રિય પ્રયાસો હાથ ધરેલ : જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રશંસા

પિપાવાવ : એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ)નું નવી દિલ્હી સ્થિત ઇન્ટિગ્રેટેડ હેલ્થ એન્ડ વેલબીઇંગ કાઉન્સિલે પોર્ટની કોવિડ રીલિફ પ્રોજેકટ અંતર્ગત સામુદાયિક કલ્યાણકારક પ્રવૃત્ત્િ।ઓ બદલ સન્માન કર્યું હતું. કંપનીએ નવી દિલ્હીમાં સીએસઆર હેલ્થ ઇમ્પેકટ એવોર્ડ (કોવિડ ૧૯ એડિશન) એનાયત કર્યો હતો. આ એવોર્ડના જયુરીમાં વરિષ્ઠ વૈજ્ઞાનિકો, સામાજિક કાર્યકર્તાઓ, સાંસદો અને ડોકટરો સામેલ હતા તેમજ આ જયુરીના અધ્યક્ષ ન્યાયાધિશ સ્વતંતર કુમાર (ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધિશ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના પૂર્વ ચેરપર્સન) હતા.

આ એવોર્ડ ઓનલાઇન સમારંભમાં એનાયત થયો હતો, જેમાં ન્યાયાધિશ કુમારે કોવિડના પ્રસારને અટકાવવા અને નિવારવા કોર્પોરેટના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ એવોર્ડ એપીએમ ટર્મિનલની કોવિડ ૧૯ નિવારણ અને સામુદાયિક કલ્યાણકારક માટેની વ્યૂહાત્મક સીએસઆર પહેલોનું પરિણામ છે. કંપનીએ અમરેલી પોલીસને માસ્ક, સેનિટાઇઝર્સ, થર્મલ સ્કેનર્સ, ઓકિસમીટર્સ, ડિસ્પોઝેબલ બેડ શીટ, પર્સનલ પ્રોટેકશન કિટ અને પીએ સિસ્ટમની ઉપલબ્ધતા સુનિશ્યિત કરી હતી તથા પોર્ટની આસપાસના ગામડાઓમાં નિવારણાત્મક પગલાં પણ લીધા હતા.

કંપનીએ કોવિડ-૧૯ના નિયંત્રણ માટે સાવચેતી પર જાગૃતિ લાવવાની કામગીરી અને પગલાં લેવાની સાથે ૩૦થી વધારે ગામડાઓના સ્થાનિક લોકોને અનાજની કિટ, પીવાનું સ્વચ્છ પાણી, મોબાઇલ વેટ કિલનિક દ્વારા પશુધનની સારવાર તેમજ ૫,૦૦૦થી વધારે વિદ્યાર્થીઓને ડિજિટલ એજયુકેશનનો સપોર્ટ આપવામાં મદદ કરી હતી. ઉપરાંત એપીએમ ટર્મિનલ્સે ગામની મહિલાઓને આજીવિકા પ્રદાન કરવાના ભાગરૂપે માસ્ક બનાવવાની તાલીમ આપી હતી તેમજ ગામડાઓમાં ધોઈ શકાય એવા માસ્કનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપ્યું હતું.

આ એવોર્ડ પર એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડાયરેકટર શ્રી યાકબ ફ્રિસ સોરેન્સને કહ્યું હતું કે, અમે સામાજિક વિકાસના ક્ષેત્રમાં અમારા કાર્ય બદલ આ એવોર્ડ સ્વીકારીને ગર્વની લાગણી અનુભવીએ છીએ. અમને ખુશી છે કે, સમુદાય માટે અમારા પ્રયાસોને બિરદાવવાની સાથે ઓથોરિટીઝ દ્વારા એનું સન્માન પણ કરવામાં આવ્યું છે. અમે આપણા સમાજનું ઉત્થાન કરવા તથા અમારી વિવિધ પ્રવૃત્ત્િ।ઓ દ્વારા પોર્ટની આસપાસના સમુદાયોની આજીવિકા વધારવા માટે કામ કરવાનું સતત જાળવી રાખીશું. આ એવોર્ડથી અમને વધુ સારી કામગીરી કરવા અને શકય શ્રેષ્ઠ ઇરાદા સાથે કામ કરવા પ્રોત્સાહન મળ્યું છે.

(1:08 pm IST)