ગુજરાત
News of Saturday, 29th August 2020

સુરતના ટેન્ટ-સામીયાણાના કપડાના વેપારીઓનો ૨ હજાર કરોડના વેપારને કોરોનાનું ગ્રહણ

માર્ચથી જુન સુધીમાં લગ્નસરા સિઝનમાં વેપારીઓ ૭૦ ટકા ધંધો કરે છે : આ વર્ષે કાપડ જ બન્યુ નથી : અનેક રાજ્યોના ટેન્ટ વ્યવસાયીઓએ લગ્નમાં ૩૦૦ થી ૫૦૦ લોકોની છુટ આપવા સરકારને રજુઆત કરી છે

સુરત,તા.૨૯  : ખુબજ ઓછા લોકો જાણતા હશે કે સુરતમાં કપડા-સાડી-ડ્રેસ સીવાય અન્ય કપડાનું મોટા પાયે ઉત્પાદન થાય છે. તેવામાં ટેટ-સામીયાણાના વાર્ષિક બે હજાર કરોડના કારોબારને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. વેપારીઓને અત્યાર સુધીમાં ૩૦૦ કરોડનું નુકસાન થયું છે.

સિલ્કસીટી સુરતમાં કપડા બજારમાં ૫૦ ટકા વેપાર માર્ચ થી જુન સુધીમાં થઇ જાય છે. જ્યારે ટેંટ અને સમીયાણાના વેપારીઓનો ૭૦ ટકા ધંધા આ સમયમાં થાય છે. કુંભ મેળા જેવા દેશના સૌથી મોટા આયોજનોમાં કોન્ટ્રાકટારો જ દર વર્ષે કરોડોના ટેંટના કાપડ ખરીદે છે. ઉપરાંત લગ્ન પ્રસંગ જેવા પ્રસંગો ઉપર પણ મોટા પાયે ટેન્ટના કાપડની ખરીદી થાય છે.

પણ આ વખતે કોરોનાના કારણે કશું જ શકય ન હોવાથી ટેન્ટ-સમીયાણાના કપડા તૈયાર જ નથી થયા. ઉપરાંત ગણપતિ મહોત્સવ દરમિયાન એકલા મહારાષ્ટ્રમાંજ સૂરત માર્કેટમાંથી ૫૦ થી ૧૦૦ કરોડના કપડાની ખરીદી થાય છે.

સુરત મંડપ કલોથ એસોશીએસનના પ્રમુખ દવે સંચીતેના જણાવ્યા મુજબ માર્કેટમાં ટેન્ટ અને સમીયાણાના ૩૦૦ થી વધુ વેપારીઓ છે. તમામની સ્તિથી ખુબજ ખરાબ છે. સરકારે સાથ ન આપ્યો તો મુશ્કેલીઓ વધી જશે. જ્યારે સચીવ અરવિંદભાઇના જણાવ્યા પ્રમાણે સરકારે ધ્યાન રાખવું જોઇએ, ટેન્ટ-સમીયાણાની જરૂર શુભ કાર્યોમાં પડે છે અને તે દરમિયાન લાઇટ, ડેકોરેશન, ફુલના વેપારીઓને તેમાથી રોજગારી મળે છે.

સુરત કપડા બજાર માટે મુશ્કેલી એ છે કે તેમની પેમેન્ટની રીત નવો માલ ખરીદીએ ત્યારે, જુનુ ચુકવીશું છે. ત્યારે ગત વર્ષે ઇન્દોર, પટના, જયપુર, દિલ્હી, તમિલનાડુ, હૈદ્રાબાદ, ઇરાલકરંજી સહિતની માર્કેટમાં વેચાયેલા ૪ કરોડોના માલનું પેમેન્ટ નથી આવ્યુ. ટેન્ટ-સમીયાણીના સ્થાનિક વેપાારી ૯૦ ટકા કાચો માલ સેલવાસ અને મુંબઇની મોટી કંપનીઓ પાસેથી ખરીદે છે. આ કંપનીઓ ઉધારીના સમય બાદ એક-એક દિવસનું વ્યાજ વસુલે છે.

રાજસ્થાન સહિતના દેશના રાજ્યોમાં ટેન્ટના વેપારીઓ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ૫૦ને બદલે લગ્નમાં ૩૦૦ થી ૫૦ લોકોની મંજુરી અપાય. જેમાં સોશ્યલ ડીસ્ટન્સનો કડક અમલ થાય. જેમાં લગ્ન પ્રસંગની જગ્યા પણ મોટી હોવાથી મંડપ બાંધવામાં કપડાનો વધુ ઉપયોગ થશે. તેવામાં ૨૦૨૧ના વર્ષમાં ટેન્ટ-સામીયાણાનો વેપાર ફરઁીથી લાવી શકાય તેમ છે.

(1:09 pm IST)