ગુજરાત
News of Saturday, 29th August 2020

સુરતમાં ૧૪ રત્નકલાકારોને કોરોનાઃ ખળભળાટ

કોર્પોરેશન દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ : એક કારખાનુ સીલઃ અન્ય કારખાનાવાળા અને દુકાનદારો પાસેથી દંડ વસુલાયો

 સુરતઃ મનપા દ્વારા કોરોનાને  કાબુમાં કરવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.   અનેક વિસ્તારોમાં સપ્રાઇઝ ચેકિંગ કરી ત્યા કોરોનાની ગાઇડલાઇનની તપાસ કરવાની સાથે કર્મચારીઓના રેપીડ ટેસ્ટ  પણ કરાવામા આવે છે. જેના ભાગરૂપે   મનપા દ્વારા કતારગામ નંદુડોસીની વાડી અને આસપાસના હિરા કારખાનાઓમાં   સપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા એક સાથે ૧૪ પોઝીટીવ કેસ આવતા ખળભળાટ મચી ગયો છે.

 નંદુડોસીની વાડીમાં આવેલા એન નરેશ એન્ડ કંનીના કારખાનમાંથી એક સાથે ૧૪ પોઝિટિવ કેસ મળી આવ્યા હતા, જેથી તેને તાત્કાલીક અસરથી બંધ કરી દેવામાં આવેલું. આ ઉપરાંત કતારગામમાં અન્ય એક કારખાનાને પણ બંધ કરાવવામાં આવેલું જયારે અન્ય બે કારખાના પાસેથી ૬ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.   શહેરમાં૨૯૭ પાથરણા વાળાને પણ બંધ કરાવવાની સાથે પાંચ દુકાનો પણ બંધ કરાવવામાં આવી હતી. 

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી નંદુડોશીની વાડી નજીમ ટોરેન્ટ પાવર પ્લસ ની બિલ્ડીંગના ત્રીજા માળે એન.નરેશ એન્ડ કંપનીના હીરાના કારખાનામાં સરપ્રાઇઝ રેપીડ ટેસ્ટ કરાતા ૧૪ જેટલાં રત્નકલાકારોના કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવતા હીરાનું કારખાનું બંધ કરી દેવાયું હતું. કતારગામના ગોપીનાથજી ઇમ્પેક્ષમાં પણ એસઓપીના નિયમોના ભંગ બદલ યુનિટ બંધ કરાવી દેવાયું હતુ. 

(2:38 pm IST)