ગુજરાત
News of Saturday, 29th August 2020

'સેલ્સ' ઓરિયેન્ટ પ્રજા 'સ્પોર્ટસ' ઓરિયેન્ટ બને!

ગાંધીના ગુજરાતને મળ્યા છે ૧૭ 'અર્જુન'

રાજકોટ, તા.૨૯: દર વર્ષે ૨૯ ઓગસ્ટે રાષ્ટ્રીય ખેલકૂદ દિવસ હોવાના લીધે ભારતના ખેલાડીઓને બિરદાવવા માટે 'અર્જુન' એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે કોરોનાને લીધે બધા તહેવારોની ઉજવણી વર્ચ્યુલ થઇ ગઈ છે એવામાં આ વર્ષે એવોર્ડ આપવાનો સમારંભ પણ વર્ચ્યુલઈ યોજાવાનો છે. જોકે આ વર્ષે ગુજરાતને એકપણ અર્જુન એવોર્ડ મળવાનો નથી. ગયા વર્ષે ગુજરાત માંથી બે ખેલાડીઓને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં ક્રિકેટના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.

૧૯૬૧માં સ્થાપિત કરવામાં આવેલ આ પુરસ્કાર અનુસાર ગુજરાતનો ઇતિહાસ તપાસવામાં આવે તો ગુજરાતને અત્યાર સુધીમાં ૧૭ અર્જુન એવોર્ડ મળ્યા છે ૧૯૭૦ માં રાજયના ખો-ખો ખેલાડી સુધી પરબને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૭૦ના દાયકામાં રાજયના ૬ ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. ૧૯૭૨માં રાજયના બે ખેલાડીઓને ત્યારબાદ ૮૦ના દાયકામાં ૪ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા છે. જયારે ૯૦ના દાયકામાં આ સંખ્યા ઘટીને ફરી ૨ થઇ હતી. ૯૦દ્ગક્ન દાયકા પછીના વર્ષોની વાત કરીયે તો દાસ વર્ષોમાં ૫ ખેલાડીઓને અર્જુન એવોડ આપવામાં આવ્યો છે. સૌથી વધુ ૪ અર્જુન પુરસ્કાર ક્રિકેટ રમતવીરને આપવામાં આવ્યા છે.

ક્રિકેટ જગતના ખેલાડીઓમાં કિરણ મોરે, નયન મોંગિયા, ચેતેશ્વર પુજારા, રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. ખો -ખો માટે ૩ ખેલાડીઓને અને ૩ સન્માન બિલિયર્ડ રામતવીરને આપવામાં આવ્યા છે. ૨ બેડમિન્ટન ખેલાડીઓ ૧ જિમ્નાસ્ટિક, ૧ રોલરકોસ્ટર અને ૧ વોલીબોલ ખેલાડીને આ આ વિશેષ અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ મને છે કે ગુજરાતમાં હજુ પણ ખેલકૂદની સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. જો કે ધીમે ધીમે આ ક્ષેત્રે વધુ ખેલાડીઓ ઉત્કૃષ્ટ દેખાવ કરે છે. પરંતુ હજુ આ દિશામાં વધુ કામ થાય તે જરૂરી છે.

ગુજરાતમાં સ્પોર્ટ્સ કલચરની જરૂર

કેરળ, મહારાષ્ટ્ર, પંજાબની જેમ ગુજરાતમાં પણ સ્પોર્ટ્સ સંસ્કૃતિ વિકસે તે જરૂરી ખેલાડીઓને વધું પ્રોત્સાહન મળે તે અતિ આવશ્યક છે. ગુજરાતના રજવાડા સમયના ઇતિહાસની વાત થાય તો ત્યારે રાજા, નવાબો ખાસ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા હતા. પહેલા જેવી સ્થિતિ અત્યારે ફરી સ્થાપિત કરવાની જરૂર

સુધીર પરબ, ગુજરાતના પ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા

અત્યાર સુધીના ગુજરાતના 'અર્જુન'

વર્ષ

રમતવીર અને રમત

૧૯૭૦

સુધીર પરબ  ખો -ખો

૧૯૭૧

 અચલા દેવરે ખો -ખો,

૧૯૭૨

 ઉદયન ચિનુભાઈ શૂટિંગ

૧૯૭૨

સતીશ મોહન બિલિયર્ડ

૧૯૭૩

ભાવના પરીખ ખો -ખો

૧૯૭૮

 કે. કૃષ્ણન વોલીબોલ

૧૯૮૨

 પાર્થો ગાંગુલી  બેડમિન્ટન

૧૯૮૫

 ગીત સેઠી  બિલિયર્ડ

૧૯૮૮

 નમન પરીખ રોલર કોસ્ટર

૧૯૮૯

 કૃપાલી પટેલ  જિમ્નાસ્ટિક

૧૯૯૩

 કિરણ મોરે ક્રિકેટ

૧૯૯૮

 નયન મોંગિયા ક્રિકેટ

૨૦૦૯

પારુલ પરમાર બેડમિન્ટન

૨૦૧૩

રૂપેશ શાહ બિલિયર્ડ

૨૦૧૭

ચેતેશ્વર પુજારા ક્રિકેટ

૨૦૧૯

રવિન્દ્ર જાડેજા ક્રિકેટ

૨૦૧૯

 હરમીત દેસાઈ ટેબલ ટેનિસ

(3:43 pm IST)