ગુજરાત
News of Saturday, 29th August 2020

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં મધરાત્રીએ રસ્તા પર કેક કાપી બર્થડે મનાવતા પાંચ યુવકો વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરના સયાજીગંજ વિસ્તારમાં મધરાતે કેક કાપીને બર્થ ડે મનાવતા પાંચ યુવકો સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.

સયાજીગંજ મેઇન રોડ પર ડેરીડેન સર્કલ પાસે ગઇ મધરાતે કેટલાક યુવકો ટોળે વળ્યા હોવાની માહિતી મળતાં પોલીસ પહોંચી હતી. વખતે પાંચ યુવકો કેક કાપીને બર્થ ડે મનાવી રહ્યા હતા.

પોલીસની તપાસમાં અકોટાના બારીયાવાડમાં રહેતા સોહેલની બર્થ ડે હોવાથી મિત્રો ઉજવણી કરતા હોવાનું જણાઇ આવ્યું હતું.કોરોનાના કેસો વધી રહ્યા હોવા છતાં યુવકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું નહતું અને માસ્ક પણ પહેર્યા નહતા.

(6:04 pm IST)