ગુજરાત
News of Saturday, 29th August 2020

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રત્નકલાકારના બેન્ક એકાઉંટમાંથી જાણ બહાર 30 હજાર ઉપાડી લેનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતા રત્નકલાકારના બેન્ક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી તેની જાણ બહાર રૂ.30 હજાર ઉપડી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. એટીએમ કાર્ડ રત્નકલાકાર પાસે હોવા છતાં કોઈકે એટીએમમાંથી ત્રણ ટ્રાન્ઝેક્શન કરી પૈસા ઉપાડી લીધા હતા

રત્નકલાકારે બે વખત રૂ.10 હજાર કપાતા હોમલોનનો હપ્તો કપાયો હશે માની ધ્યાન આપ્યું હતું પણ બીજા દિવસે ફરી રૂ.10 હજાર કપાતા તપાસ કરી તો કોઈકે એટીએમમાંથી પૈસા ઉપાડયાની જાણ થઈ હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં કાપોદ્રા કારગીલ ચોક પાસે નવેંદ સાગર સોસાયટી ઘર નં.64 માં રહેતા 33 વર્ષીય પંકજભાઈ નનુભાઈ હીરપરા કાપોદ્રા ઝડફીયા સર્કલ પાસે જી.જી.એક્ષપોર્ટમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. 

(6:07 pm IST)