ભારે કરી :અંકલેશ્વર એસટી ડેપોમાં પાર્ક કરેલી બસ લઈ ફિલ્મી ઢબે ભાગ્યો યુવાન
પેસેન્જર વહિકલ સાથે ટકરાતા બસ અટકી :એસટી સ્ટાફે પીછો કરી ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો
અંકલેશ્વરમાં એસટી ડેપોમાંથી બસની ચોરીના પ્રયાસનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નશામાં ચકચૂર એક શક્શ ડેપોમાંથી બસ લઈ ભાગ્યો હતો જેને એસટીના સ્ટાફે પીછો કરી નજીકના વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો. યુવાનને ઝડપી પાડી પોલીસના હવાયેલી કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધોળા દિવસે બસની ચોરીનો પ્રયાસ પૈસા માટે ન હતો તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે ઘટનાનું કારણ જાણવા પોલીસે પૂછપરછ શરુ કરી છે.
અંકલેશ્વર એસ્ટ ડેપોના વર્કશોપમાં પાર્ક કરાયેલી એક બસ ફિલ્મી ઢબે ડેપોની બહાર નીકળતા કચેરીનો મોટાભાગનો સ્ટાફ પીછો કરવા ભાગ્યો હતો. બસ ડેપોની બહાર નીકળી એક પેસેન્જર વેહિકલ સાથે ટકરાયા બાદ અટકી હતી. એસટી સ્ટાફ તાત્કાલિક બસમાં ચડી જઈ સ્ટિયરિંગકંટ્રોલ હાથમાં લઈ બસ ચલાવનાર વ્યક્તિને ઉતારી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ તપાસમાં બસ ચોરીનો પ્રયાસ કરનાર અંકલેશ્વરના પુનગામનો રાકેશ પરમાર હતો જે નશામાં હતો. પોલીસ અનુમાન લગાવી રહી છે કે ધોળા દિવસે બસની ચોરીનો આ પ્રયાસ પૈસા માટે થયો હો તેમ લાગતું નથી ત્યારે ચોરીના પ્રયાસનું સાચું કારણ બહાર લાવવા રાકેશની પૂછપરછ કરાઈ રહી છે.