ગુજરાત
News of Tuesday, 29th September 2020

ગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકો માટેની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ ૩ નવેમ્બરે મતદાનઃ ૧૦નવેમ્બરે પરીણામ

ભાજપના કાર્યકર્તા ચૂંટણી માટે તૈયાર હોવાની પાટીલની જાહેરાત : દેશની ૫૬ બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે

 ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરા કરેલા કાર્યક્રમ પ્રમાણે ગુજરાતમાં ૩ નવેમ્બરે મતદાન થશે

 ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે ગુજરાતમાં ૩ નવેમ્બરે મતદાન થશે અને ૧૦ નવેમ્બરે પરિણામ જાહેર થશે. ગુજરાતમાં ગઢડા, કપરાડા, લીંબડી, અબડાસા, ડાંગ, મોરબી, ધારી અને કરજણ એ આઠ બેઠકો માટે મતદાન થશે.

(2:14 pm IST)