ગુજરાત
News of Tuesday, 29th September 2020

નર્મદા જિલ્લાના ચાર તાલુકાઓને પાક નુકશાનના વળતરમાંથી ગુજરાત સરકારે બાકાત રાખતા ખેડૂતોમાં રોષ

નર્મદા જિલ્લામાં ફક્ત નાંદોદ તાલુકાને સમાવાયો અન્ય ચાર તાલુકા બાકાત રહેતા ખેડૂતોમાં ભારે રોષ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ચાલુ વરસાદી સિઝનમાં ભારે વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી જેના કારણે ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થયો હતો જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભા સત્ર દરમિયાન 3700 કરોડ રૂપિયાના વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે જેમાં ખેડૂતોને પાકમાં થયેલા નુકસાન પેટે વળતર ચૂકવવા માં આવશે પરંતુ આ પેકેજમાં નર્મદા જિલ્લામાંથી ફક્ત નાંદોદ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે અન્ય ચાર તાલુકાઓ બાકાત રખાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે

  આ બાબતે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ બહાદુર વસાવાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર સંસદ ગીતાબેન રાઠવા ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા ઉપરાંત ધારાસભ્ય પી ડી વસાવા સહિત આગેવાનોએ તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના હોદ્દેદારો અને ખેતીવાડી અધિકારીએ પણ નર્મદા જિલ્લાના દેડીયાપાડા,તિલકવાડા, સાગબારા અને ગરુડેશ્વર તાલુકાઓમાં ખેડૂતોને થયેલ પાક નુકશાની બાબતે અહેવાલ મોકલ્યો છે છતાં આ તાલુકાઓને પાક નુકશાની વળતર માંથી બાકાત રાખતા ખેડૂતોમાં રોષ ની લાગણી ફેલાઇ છે ત્યારે સરકાર નર્મદા જિલ્લાના ચાર તાલુકા ઓના ખેડૂતો સાથે ન્યાય કરી પાક માં થયેલ નુંકશાની નું વળતર આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

(4:56 pm IST)