ગુજરાત
News of Tuesday, 29th September 2020

સુરતના પાંડેસરામાં યુવાનની ક્રિકેટ ગ્રાઉન્ડની સામે અજાણ્યા યુવકની હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવતા અરેરાટી

સુરત: શહેર ના પાંડેસરા વડોદ ગામ સાંઈ ફકીરા ક્રિકેટ ગ્રાઉન્ડની સામે ખુલ્લા પ્લોટમાંથી આજે સવારે અજાણ્યા યુવાનની હત્યા કરેલી લાશ મળી આવી હતી. યુવાનને સિમેન્ટના પથ્થર અને બ્લેડ મારી હત્યા કરાઈ હતી. પોલીસને નજીકમાંથી જ ત્રણ પથ્થર અને બ્લેડ મળી આવ્યા હતા. મૃતક યુવાનની ઓળખ માટે પોલીસ આજુબાજુના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પોલીસ ફંફોસી રહી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે સવારે પાંડેસરા પોલીસને પોલીસ કંટ્રોલ રૂમમાંથી સંદેશો મળ્યો હતો કે વડોદ ગામ સાંઈ ફકીરા ક્રિકેટ ગ્રાઉન્ડની સામે ખુલ્લા પ્લોટમાં એક લાશ [પડેલી છે. આથી પીએસઆઈ કાતરીયા અને સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. પોલીસને ત્યાં લોહીલુહાણ હાલતમાં 30 થી 35 વર્ષના યુવાનની ચહેરા, ડાબી આંખની ભ્રમર પાસે, માથામાં તેમજ દાઢીમાં પથ્થર વડે ઇજા પહોંચાડેલી અને ગળા,પીઠ, જમણા હાથના પંજા, કાંડા ઉપર અને ડાબા હાથના બાવડા ઉપર બ્લેડ વડે ઇજા પહોંચાડેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસે લાશની આજુબાજુ તપાસ કરતા સિમેન્ટનો મોટો પથ્થર અને લોહીના સુકાયેલા ટીપા સાથેનો બીજો પથ્થર મળ્યો હતો.લાશથી થોડે દૂર કમ્પાઉન્ડના પ્રવેશદ્વાર પાસે લોહીથી ખરડાયેલો બીજો મોટો પથ્થર અને લોહીથી ખરડાયેલી બ્લેડ પણ મળી આવી હતી.

(5:23 pm IST)