ગુજરાત
News of Tuesday, 29th September 2020

ભરતસિંહ સોલંકી 100 દિવસની લાંબી લડત બાદ કોરોનાને હરાવી સ્વસ્થ થયા

કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ , પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,વિપક્ષ નેતા પરેશ ધાનાણી ધારાસભ્ય લાખાભાઇ રબારી હોસ્પિટલ પહોંચ્યા : ખબર અંતર પૂછ્યા

અમદાવાદઃ  કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા, નેતા વિપક્ષ પરેશ ધાનાણી તથા ધારાસભ્ય લાખાભાઇ રબારી સાથે  ગુજરાત પ્રદેશ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહભાઈ સોલંકીની મુલાકાત લઇ તેઓના ખબર અંતર પૂછ્યા.હતા

 ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી કોરોનાથી સંક્રમિત થયા હતા.100 દિવસની લાંબી લડત બાદ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે.ભરતસિંહ સોલંકીનીતબિયત કથળતા તેમને એક સમયે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેઓના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ ગયું હતું. પણ ઘનિષ્ઠ સારવારના અંતે તેઓની તબિયત સુધરી હતી અને છેવટે 100 દિવસ પછી તેઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. તેઓ કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ અને હવે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થઈ હોઈ રાજકીય પ્રવૃત્તિઓ ગતિ પકડતા તેઓની મુલાકાતે આવનારા કોંગ્રેસીઓની સંખ્યા પણ હવે ઉત્તરોતર વધે તેમ મનાય છે.

 

(12:25 am IST)