ગુજરાત
News of Wednesday, 29th September 2021

રાજપીપળા શિવ-શક્તિ બંગલોમાં નજીવી બાબતે માર મારી ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કાળિયાભૂત નજીકના કોલેજ રોડ ઉપર આવેલા શિવ શક્તિ બંગલો માં પાડોશીઓ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થતા રાજપીપળા પોલીસ મથકે ફરીયાદ થઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર તા.21 સપ્ટેમ્બર રાતે 8.30 વાગે શિવ શક્તિ બંગલોમાં રાકેશભાઈ વસાવા એ ફરીયાદ આપનાર હરેન્દ્રભાઈ મુળજીભાઈ રોહિત તથા સાહેદો તેમના ઘર આગળ બેઠા હતા તે વખતે ફરી કહેવા લાગેલા કે તમે બે દિવસ પહેલા મને ગાડી સ્પીડથી કેમ ચલાવે છે તેવૂ કેમ કહેલ તેમ કહી ગાળો બોલવા લાગેલ જેથી હરેન્દ્રભાઈએ ગાળો બોલવાની ના પાડતા રાકેશભાઈ ઉશ્કેરાઇ જઇ છુટ્ટા હાથથી માથાના ભાગે તથા શરીરના ભાગે માર મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે રાકેશ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:31 am IST)