ગુજરાત
News of Wednesday, 29th September 2021

શેલ્બી હોસ્પિટલ દ્વારા સ્પાઈન (કરોડરજ્જુ) સર્જરીમાં ગેમ ચેન્જર - 'ડિજિટલ સ્પાઈન ઓઆર' લોન્ચ

(કેતનખત્રી) અમદાવાદઃ ગુજરાત અને પડોશના રાજ્યોમાં સ્પાઈન (કરોડરજ્જુ)ની જટિલ સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે સારા સમાચાર છે. સ્પાઈનને લગતી બીમારી હોય તેવા દર્દીઓને તેને લગતી મુશ્કેલીઓનો સૌથી વધારે ભય હોય છે. સર્જરીઓને શક્ય એટલી સુરક્ષિત બનાવવા માટે હંમેશા અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતી શેલ્બી હોસ્પિટલે અમદાવાદમાં એસજી શેલ્બી હોસ્પિટલ ખાતે અત્યાધુનિક 'ડિજિટલ સ્પાઈન ઓઆર'ની શરૂઆત કરી છે. તેનું ડિજિટલ ઓપરેશન રૂમ અત્યાધુનિક અલ્ટ્રા-મોડર્ન ટેકનોલોજી, જેમ કે હાઈ-પ્રિસિઝન ઝેઈસ પેન્ટેરો ૯૦૦ માઇક્રોસ્કોપ, ઇન્ટ્રા-ઓપરેટિવ ન્યુરો મોનિટરિંગ અને સ્ટીલ્થ-સ્ટેશન ઇન્ટ્રા-ઓપરેટિવ નેવિગેશનથી સજ્જ છે.

શેલ્બી હોસ્પિટલ ગુજરાતની એવી જૂજ હોસ્પિટલો પૈકી એક છે જે કોમ્પ્રિહેન્સિવ અને પ્રતિબદ્ધ ડિજિટલ સ્પાઈન ઓપરેશ રૂમ ધરાવે છે, જે અત્યાધુનિક ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ છે અને જેને એટલી જ અસરકારક ઇન-હાઉસ સર્જિકલ ટીમનો ટેકો છે. ડો. નીરજ બી વસાવડા શેલ્બી ખાતે સ્પાઈન ટીમનું નેતૃત્વ સંભાળે છે જેઓ દેશના શ્રેષ્ઠ સ્પાઈન સર્જનો પૈકી એક છે. તેઓ અત્યંત જટિલ સ્પાઈન સર્જરીમાં વિશાળ અનુભવ ધરાવે છે અને મિનિમલી ઇનવેઝિવ (ઓછામાં ઓછી કાપકૂપ કરવી પડે તેવી) સ્પાઈન સર્જરીમાં નિષ્ણાત છે. 'ડિજિટલ સ્પાઈન ઓઆર'નો ઉમેરો તથા નિષ્ણાતોની ટીમ હોવી એ શેલ્બી હોસ્પિટલ્સ માટે ઉત્કૃષ્ટતાની સફરમાં એક મોટી સિદ્ધિ છે.

 ડો. નીરજ બી. વસાવડા દ્વારા સ્થાપિત અને અનુસરવામાં આવતા 'સેફ સર્જરી પ્રોટોકોલ'નો દાયરો વિસ્તરશે.

 ડો. વિક્રમ શાહ, ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર, શેલ્બી હોસ્પિટલ્સ જણાવે છે કે, તબીબી ક્ષેત્રમાં નવી ટેક્નોલોજીઓ રજુ કરવામાં શેલ્બી હંમેશા અગ્રેસર રહી છે. ઘુંટણના રિપ્લેસેન્ટની સર્જરીમાં અમારું ઇનોવેશન 'ઝીરો ટેકનિક' એ એક અભૂતપૂર્વ સિદ્ધિ હતી, જેના કારણે સર્જરીનો સમય બે કલાકથી ઘટીને માત્ર ૧૦ મિનિટ થઈ ગયો. તેના કારણે ઓછામાં ઓછો રકતસ્ત્રાવ, ઝડપી રિકવરી અને દર્દીને ઝડપી ડિસ્ચાર્જ જેવા વધારાના ફાયદા મળ્યા. ડિજિટલ સ્પાઈન સર્જરી દ્વારા અમે સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં આવી જ સર્જિકલ સફળતાનું પુનરાવર્તન કરવા માંગીએ છીએ.

 ડો. નીરજ વસાવડા, સિનિયર સ્પાઈન સર્જન અને શેલ્બી હોસ્પિટલ્સ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પાઈન સર્જરીના HOD જણાવે છે કે, 'અમારું ડિજિટલ સ્પાઈન ઓપરેશન રૂમ ઇન્ટ્રા-ઓપરેટિવ નેવિગેશન ટેક્નોલોજીથી સજ્જ છે જે સ્પાઈન સર્જરીમાં એક ગેમ ચેન્જર છે કારણ કે તેનાથી સર્જન માનવ કરોડરજ્જુના સૌથી મુશ્કેલ ભાગ સુધી પહોંચી શકે છે. જીપીએસની જેમ ડિજિટલ નેવિગેશન સર્જનને સર્જરી દરમિયાન સચોટ પ્રિસિઝન દ્વારા દિશાનિર્દેશ કરે છે. આ ઉપરાંત તે મિનિમલી ઇનવેઝિવ સર્જરી હોવાથી દર્દી બહુ ટૂંકા ગાળામાં સાજા થઈ શકે છે.  તેમ યાદીમાં જણાવાયું છે. 

(3:20 pm IST)