ગુજરાત
News of Tuesday, 29th November 2022

પ્રચારની ચરમ સીમા : નર્મદાના 800 મીટર ઉંચા ડુંગરો પણ રાજકીય આગેવાનો ખુંદીવળ્યા

 ચિનકુવા ચાપટ, માથાસર, બારાખડી કમોદીયા સહિતના ડુંગર વિસ્તારના ગામો માં મતદારો માટે નેતાઓ પહોંચ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં પ્રથમ રાઉન્ડનું ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. તમામ પાર્ટીઓ મતદારોને રીઝવવા પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં 100 થી વધુ એવા ગામો છે જે 700 થી 800 મીટરથી ઉંચાઈ પર આવેલા એવા સાતપુડા અને વીંધ્યાચલ ગિરિમાળા.માં આવેલ ગામોના લગભગ હજારો મતદારો છે.જ્યાં મોટાભાગે ચૂંટણી પ્રચાર માટે નેતાઓ જતા નથી કેમ કે ઇચાઈ પર જવાનું હોય ચાલતા જવાનું હોય જે બાબતે કોઈ જતું નહોતું..ડુંગર નીચે આવેલા ગામમાં સભા કરી ઉંચાઈ વાળા ગામોમાંથી જેટલા મતદારો આવે એટલા પ્રચાર કરીને જતા રહે. એટલે મતદાન પણ ઓછું થતું હતું. હવે મતદારો જાગૃત બન્યા છે. એટલે ઉમેદવારોને.પણ મત મંગાવા ગામડાઓ અને જંગલો ખુંદવાની જરૂર પડી રહી છે.
નાંદોદ અને ડેડીયાપાડા બે વિધાનસભાઓમાં ચૂંટણી જંગ જામ્યો છે. નાંદોદમાં ભાજપ અને.કોંગ્રેસ સાથે સીધી ટક્કર અપક્ષ ઉમેદવારનો છે.સાથે આપ અને બિટીપી આમ પાંચ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. જ્યારે ડેડીયાપાડા માં કોંગ્રેસ ભાજપ સાથે આપ ના ઉમેદવાર ની ટક્કર છે.ત્યારે કોની જીત થાય એ તો આગામી પરિણામ ના દિવસે ખબર પડશે પરંતુ હાલ નર્મદા જિલ્લાના 700 થી 800 મીટર ઉંચાઈ પાર ચાલીને ચઢીને પણ ગામોમાં જઈ લોકો ના સંપર્ક કર્યો અને મત માંગ્યા  આમ આ ચૂંટણી જંગમાં ચૂંટણી.પ્રચારમાં મોભે પાણી ચઢાવવા જેવો ઘાટ સર્જાયો.છે..પ્રચારની ચરમ સીમા એટલે હદ સુધી આવી કે નર્મદા ચિનકુવા ચાપટ, માથાસર, બારાખડી કમોદીયા સહિતના ડુંગર વિસ્તારના ગામોમાં મતદારો માટે નેતાઓ પહેલી વાર પહોંચ્યા છે

(10:19 pm IST)