ગુજરાત
News of Tuesday, 29th November 2022

પ્રચારમાં નિકળેલા દેડીયાપાડા આપના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાને બીજેપીનાં ઇશારે પોલીસ પકડવા આવી હોવાનો આક્ષેપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસ બાકી છે ત્યારે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં દરેક પક્ષ નાં ઉમેદવારો પ્રચારમાં ફરતા હોય જેમાં દેડીયાપાડાનાં આમ આદમી પાર્ટીમાં ઉમેદવારને પ્રચાર દરમિયાન પોલીસ પકડવા આવી હોવાનો આક્ષેપ તેમને સોશિયલ મીડિયા દ્વારા કરતા રાજકારણ ગરમાયું છે
ચૈત્તરભાઈ વસાવા તેમના રૂટિન પ્રચારમાં હતા ત્યારે પોલીસ તેમને ઉચકવા ફરે છે તેવો સોશિયલ મિડ્યામ વિડીઓ વાયરલ થતાં લોકો માં કુતૂહલ જોવા મળ્યું છે
ચૈતર વસાવાનાં આ વીડિયોમાં તેમણે જણાવ્યું છે કે તેઓ તેમના સમર્થકો સાથે ડેડીયાપાડા મત વિસ્તારના બંડીસેરવાણ ગામે પ્રચાર અર્થે જઇ રહ્યા હતા ત્યારે નર્મદા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવાની કોશિશ કરવાના પ્રયાસ થઇ રહ્યા હતા અને પોલીસ બીજેપીનાં ઇશારે આ પ્રવુત્તિ કરી રહી છે ત્યારે તેમના આ વિડિયો બાદ રાજકારણ ગરમાયું છે અને તેમના સમર્થકોમાં આ બાબતે રોષ ફેલાયો હતો અને તેમના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટીનાં ડેડીયાપાડા બેઠક ના ઉમેદવાર ચૈતર વસાવાની વધતી લોક પ્રિયતા જોઈ બેબાકળા બનેલા વિશેષ પાર્ટીના ઈશારે પોલીસ તંત્ર તપાસના બહાને ઉંચકી જવાના ષડયંત્રને કાર્યકર્તાઓએ નિષ્ફળ બનાવ્યું હતું જોકે ચૈતર વસાવા અગાઉ પણ રાજકીય પાર્ટીઓના ભોગ બની ચુક્યા છે અને હાલમાં ડેડીયાપાડા બેઠકના મજબૂત દાવેદાર અને આદમી પાર્ટીના સૈનિક એવાં ચૈતર વસાવાને રોકવા માટે અને તેમનાં સમર્થકોનો ઉત્સાહ તોડવાનો પ્રયત્ન થઇ રહયા છે તેમ ચૈતર વસાવાએ કહ્યું હતું.
આ બાબતે નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે એ જણાવ્યું કે પોલીસ ચૂંટણી નાં કારણે દરરોજ ચેકીંગ માં નીકળે એ રીતે ગઇકાલે પણ આ તરફ ચેકપોસ્ટ આવેલી હોય ત્યાં ચેકીંગ માં હતી ત્યાં આ ઉમેદવાર અને તેમના  કાર્યકરો સાથે જતા હોય તેમને રૂટિન મુજબ પોલીસે ચેક કર્યા હતા અને જવા દીધા હતા બાકી આવી કોઈ બાબત બની નથી માટે આ આક્ષેપ પાયા વિહોણાં છે

(10:21 pm IST)