ગુજરાત
News of Tuesday, 29th November 2022

નર્મદા જિલ્લા ભાજપે વધુ 3 આગેવાનોને પાર્ટી વિરુદ્ધ કામગીરી કરવા બદલ સસ્પેન્ડ કરતા આંક દસ થયો

ચૂંટણીના જંગમાં અપક્ષ ઉમેદવારી કરનારને ખુલ્લેઆમ પ્રચાર કરતા ભાજપ સંઘઠન એક્શનમાં આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ બળવો કરનાર કાર્યકરો અને હોદ્દેદારો વિરૂદ્ધ પાર્ટીએ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. આખા ગુજરાત માંથી પક્ષ વિરૂદ્ધ કામગીરી કરનારને પ્રદેશ ભાજપે સસ્પેન્ડ કર્યા છે.

 નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક પરથી ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા હર્ષદ વસાવા અને એમનો પ્રચાર કરનાર 4 હોદ્દેદારોને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.બાદ અન્ય 3 ભાજપ ના હોદેદારો જેમાં નાંદોદ તાલુકા પંચાયત સભ્ય હિતેશ બાલુ વસાવા ઢોલર, નાંદોદ બક્ષીપંચ  મોર્ચા ના પ્રમુખ ભદ્રેશ દિનેશ પટેલ, પોઇચા, અને ઝરવાણી ના સરપંચ સોમાભાઈ વસાવા આ ત્રણ સભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ આજરોજ વધુ ત્રણ બીજેપી હોદ્દેદારોનું પત્તું કાપ્યું છે જેમાં જયંતીભાઈ ગોવિંદભાઈ તડવી ,પૂર્વ મહામંત્રી જિલ્લા બીજેપી, સાકવા,મનીષાબેન દિવ્યેશભાઈ ગાંધી,મંત્રી જિલ્લા બીજેપી ,રાજપીપળા તથા અબ્દુલ ખલીલ મકરાણી, જેતપુર ને પાર્ટી વિરુદ્ધ કામગીરી કરવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.ત્યારે તાજેતર માં એક બાદ એક ઉમેદવારો ને સંસ્પેન્ડ કરતા હાલમાં સંસ્પેન્સન નો આંકડો દસ પર પહોંચ્યો છે.

(11:21 pm IST)