ગુજરાત
News of Monday, 30th January 2023

સુરત જિલ્‍લા સીસીબીની ટીમે રવિવારે રાત્રે બારડોલીના નવી કિકવાડ ખાતેથી વિદેશી દારૂ ભરેલ કારને ઝડપી પાડીઃ કાર વિદેશી દારૂ કબ્‍જે કરાયોઃ ચાલક ભાગી છુટ્યો

ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહીઃ વધુ તપાસ અર્થે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો

સુરત; જિલ્લા LCB ની ટીમે રવિવારની રાતે પેટ્રોલીંગ દરમિયાન બારડોલીના નવી કિકવાડ ખાતેથી વિદેશી દારૂ ભરેલી કારને ઝડપી લેવામાં આવી હતી પોલીસને જોઈ કાર ચાલક ભાગી છૂટ્યો હતો પોલીસે કાર અને વિદેશી દારૂ અને 3,76,800/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

મળતી માહિતી અનુસાર રવિવારના રોજ એલ.સી.બી શાખાના અધિકારીઓ જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા બાબતે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો ચિરાગકુમાર જ્યંતિલાલ તથા અ.હે.કો અમરતજી રાઘાજીને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી બાતમી મળી હતી કે, ' એક સ્વીફટ કાર નંબર GJ-05-CK-8909 માં તેનો ચાલક વિદેશીદારૂનો જથ્થો ભરી મહુવા તરફથી આવે છે. અને અલ્લુ બોરીયા થઇ વાકાનેર થઇ બારડોલી તરફ જનાર છે.' તેવી ચોકકસ બાતમી આધારે પોલીસની એક ટીમે બારડોલીના નવી કિકવાડ ગામે વાકાનેરથી બારડોલી તરફ જતા રોડ ઉપર સામે વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમી વાળી મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર નં-GJ-05-CK-8909 આવતા તેને રોકવા જતા આરોપી કારને રસ્તા વચ્ચે મૂકી અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો પોલીસે કારમાં તપાસ કરતા કાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વ્હીસ્કી તથા ટીન બીયરની બાટલી 624 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 68,800/-ની કિંમતનો વિદેશી દારૂ તેમજ 3 લાખની કિંમતની કાર મળી કુલ 3,76,800/-નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો

 

(11:57 pm IST)