ગુજરાત
News of Thursday, 30th June 2022

રાજપીપળા લાલ ટાવર પાસે તોતિંગ વૃક્ષ પડતા ઇલેક્ટ્રિક વાયરો તૂટ્યા ; કોઈને ઇજા કે જાનહાનિ નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા માં બે દિવસથી ઝરમર વરસાદ પડતો હોવાથી અવાર નવાર વીજળીની આવન જાવન રહેતી હોય આજે સવારે અચાનક વરસાદી ઝાપટું પડતાં લાલ ટાવર પાસે આવેલી પ્રયોજન વહીવટદારની કચેરી માં આવેલ  એક તોતિંગ વૃક્ષ ની  મોટી ડાળખી તૂટી પડતાં ઇલેક્ટ્રિક લાઈનો તૂટી ગઈ હતી, જોકે વહેલી સવારે આ ઘટના બની હોય માર્ગ ઉપર ખાસ કોઈ અવર જવર ન હોવાથી કોઈને ઇજા કે જાનહાનિ થઇ નથી

  અત્રે  ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ટાવરની બાજુમાં જ આવેલાં વિશ્રામ ગૃહમાથી આમજ એક ઘટાદાર વૃક્ષ તૂટી પડ્યું હતું ત્યારે પણ કોઈને ઇજા થઇ ન હોય પરંતું આ તરફ આવેલા ઘણાં વર્ષોં જૂના વૃક્ષ અંદરના ભાગે સડી ગયેલા હોવાથી દર ચોમાસા માં આવી ઘટના બનતી હોય ક્યારેક કોઈ જાનહાનિ ન થાય એ માટે તંત્ર એ આવા વૃક્ષ દૂર કરી લોકોના માથેનું જોખમ દૂર કરવું જોઈએ તેવી સ્થાનિકો આશા રાખે છે.

 

(10:32 pm IST)