બનાસકાંઠામાં ST બસોમાં ગાંજાની હેરાફેરી : 5 કિલો ગાંજા સાથે એક આરોપીની અટકાયત
નારાયણ સરોવર અમદાવાદ બસમાંથી 5 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો
અમદાવાદ ; ગુજરાતના દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘૂસાડવાનુ મોટુ ષડયંત્ર ચાલી રહ્યુ છે. એવામાં વધુ એક વખત બનાસકાંઠામાં ST બસોમાં ગાંજાની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યુ છે. SOGએ ST બસમાંથી 5 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. 5 કિલો ગાંજા સાથે 1 શખ્સની અટકાયત કરાઈ છે.નારાયણ સરોવર અમદાવાદ બસમાંથી શખ્સ ઝડપાયો છે.
આ પહેલા પણ બનાસકાંઠા પાલનપુર એસઓજી પોલીસે પાલનપુર-અમદાવાદ હાઇવે પર અમદાવાદ રેલ્વે બ્રીજ ઉતરતા એક ઈસમ પાન મસાલા ના બે થેલાઓ 14.310 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડી એસઓજી પોલીસે આગળની તાપસ હાથ ધરી હતી.
પાલનપુર એસ.ઓ.જી પોલીસે સરકારી પંચો ને સાથે રાખી પાલનપુર-અમદાવાદ હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદ રેલવે બ્રિજ ઉતરતાં એક ઈસમ પાન મસાલા ના બે થેલાઓમાં 14.310 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજો જેની કુલ કિંમક 1 લાખ 43 હજાર 100 રૂપિયા નો ગાંજો રાખી સુરત જવા વાહન થોભાવતો હોઇ તેની તેની તપાસ કરી હતી.